ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: કરફ્યૂ ઢીલમાં લોકો એકત્ર થતા હાઈકોર્ટે ઘટનાની ઝાટકણી કાઢી

કોરોનાગ્રસ્ત અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાં કર્ફ્યૂમાં ઢીલ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ સામાજિક અંતરનું પાલન ન કરતા હાઈકોર્ટે ઘટનાની ઝાટકણી કાઢતાં કહ્યું કે, આ પ્રકારની ભીડ લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

કરફ્યુ
કરફ્યુ

By

Published : Apr 18, 2020, 1:42 PM IST

અમદાવાદ : કોરોના વિવિધ જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારના કાયદાકીય અધિકારીઓને પ્રશ્ન કર્યો હતો કે, લૉકડાઉન અને કરફ્યુ જેવી સ્થિતિમાં માર્કેટમાં આટલી મોટી સંખ્યામાં લોકો સામાજિક અંતરનું પાલન કરતા નથી. જેને લીધે સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો કોઈ અર્થ રહેતો નથી.

હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્ફ્યુમાં દરમિયાન ફરીવાર આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખવા અવલોકન કર્યું હતું. રાજ્ય સરકારે જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, કર્ફ્યુની ઢીલમાં પ્રથમ કલાક દરમિયાન આ ઘટના બની હતી. જેથી હવે આ ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે.

રાજ્ય સરકારે અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં 15મી એપ્રિલથી 21 મી એપ્રિલ સુધી છ દિવસનો કર્ફ્યુ લાદયો હતો. જેમાં બપોરે 1 થી 4 મહિલાઓને કરફ્યુમાં ઢીલ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details