બટાટાના ખાસ પ્રકારના બીજને લઈને થયેલા વિવાદને પગલે સરકાર સાથે વાટાઘાટ કર્યા બાદ પ્રશ્નને ઉકેલી લેવામાં આવ્યો છે. જેથી કોર્ટમાં કેસ પાછો ખેંચી લેવાની પ્રક્રિયા પણ શરૂ દેવામાં આવશે.
પેપ્સીકો ધરતીપુત્રો સામે પડી ઘુંટણીએ, કરેલા કેસ ખેંચ્યા પરત - Farmer
અમદાવાદઃ લગભગ મહિના પહેલા ખેડૂતો પર કરવામાં આવેલા 20 લાખના દાવા બાદ સોમવારે પેપ્સીકો કંપની દ્વારા ડીસા કોર્ટમાં બે ખેડૂતો વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ખેડૂતો પર દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ જે બટાટાનું ઉત્પાદન કરે છે, તે ખાસ પ્રકારના બીજમાંથી કરવામાં આવે છે.
ખેડૂતો વિરૂધ્ધના કેશ પેપ્સીકોએ પાછા ખેચ્યા
પેપ્સીકો કંપની દ્વારા ફુલચંદ અને સુરેશ કાચવા બે ભાઈ દ્વારા કરવામાં આવેલા 20 લાખના દાવા મુદ્દે તેમના વકીલ કૈલાશ ગેહલોતે જણાવ્યું કે, કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવાથી તમામ પ્રકારના આદેશ રદ થાય છે. જેમાં કોલ્ડ સ્ટોરેજના નિરીક્ષણ માટે બે અલગ કમિશ્નરના હાઇકોર્ટના આદેશનો પણ સમાવેશ થાય છે. ગત 11મી એપ્રિલના રોજ બંને ભાઈઓ પર પેપ્સીકો કંપની દ્વારા 20 લાખનો દાવો કરવામાં આવ્યો હતો.