ગુજરાત

gujarat

ETV Bharat / state

દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસ: આસારામ અને નારાયણ સાંઈને ક્લીનચીટ - Asharam's gurukul

ગાંધીનગરઃ આસારામના મોટેરા આશ્રમના ગુરુકુળમાં રહીને અભ્યાસ કરતા દિપેશ અને અભિષેકના 3 જૂલાઈ 2008ના રોજ મૃત્યું થયા હતા. આ અંગે ડી.કે. ત્રિવેદી કમિશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દિપેશ અને અભિષેકનું ગુમ થવા પાછળ આશ્રમ મેનેજમેન્ટની બેદરકારી હતી. જેને ચલાવી લેવાય નહીં. સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ બાદ CID ક્રાઇમને સોંપવામાં આવી હતી. આ કેસમાં સ્થાનિક પોલીસ કમિશ્નરે ક્લીનચીટ આપી છે. સ્થાનિક પોલીસની તપાસમાં કોઈ પણ ક્ષતિ નથી.

Asaram and Narayan Sai get Clean-chit

By

Published : Jul 26, 2019, 12:44 PM IST

કમિશને કહ્યું કે, ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે ગુરુકુળ કાળજી લે અને 10 વર્ષથી નીચેના બાળકોને ગુરુકુળમાં પ્રવેશ ન આપે. બંને બાળકોના અવસાનના બનાવ અંગે નિવૃત જસ્ટીસ ડી.કે. ત્રિવેદીના અધ્યક્ષપદે એક તપાસ પંચ રચાયું હતું. જેના અહેવાલમાં આ તમામ વિગતો સામે આવી છે.

કમિશનની બોલી અને શરતો નીચે પ્રમાણેની હતી

- કમિશને પોતાની તપાસમાં શાળાના બે બાળકોના મૃત્યુના બનાવ અંગેની સત્ય હકીકત અને તેના કારણો તપાસવા.

- બે બાળકોના મરણ અંગે પોલીસ દ્વારા થયેલ તપાસ અને લેવાયેલ પગલાં પુરતા હતા કે કેમ એ તપાસવું.

- ભવિષ્યમાં આવા બનાવ ન બને તે અંગેના સુચનો અને ભલામણો આપ્યા.

તપાસ પંચ જે અહેવાલ આપેલ છે તેની વિગત નીચે પ્રમાણે છે

- શાળાના બે બાળકોના મરણ અંગે સંપૂર્ણ વિગતો તપાસેલ છે. દિપેશ અને અભિષેકના 03/07/2018ના રોજ મોડી સાંજે ગુમ થવાનો બનાવ આશ્રમ મેનેજમેન્ટની નિષ્કાળજીના કારણે બનેલી છે, અને પંચનો એવી અભિપ્રાય છે કે આ પ્રકારની નિષ્કાળજી કોઈપણ પ્રકાર ચલાવી શકાય નહીં.

- આ બનાવની તપાસ સી.આઈ.ડી. (ક્રાઈમ)ને સુપ્રત કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ભૂલ-ક્ષતિ કરવામાં આવેલું હોવાનું જણાતું નથી.

- ભવિષ્યમાં એવા બનાવ ન બને તે માટે જવાબદાર અધિકારીને ગૂરૂકુળની રૂબરૂ મુલાકાત લેવા ૧૦ વર્ષથી નીચેના બાળકોને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવો,

- ડોકટર/વોર્ડન દ્વારા નિશ્ચિત રજીસ્ટરમાં બાળકોના સુવાના સમયે નોંધ કરવી, CCTV કેમેરાની વ્યવસ્થા ગોઠવી, વિદ્યાર્થી અને સાધકોના મૂવમેન્ટ રજીસ્ટર રાખવા

- પ્રાથમિક સારવાર ઉપલબ્ધ હોવી જોઈએ, મેનેજમેન્ટ દ્વારા બાળકોના વાલીનો સતત સંપર્ક કરવો

- કેમ્પસમાં રાત્રી દરમિયાન યોગ્ય લાઇટની વ્યવસ્થા, વિદ્યાર્થી માટે યોગ્ય રમતનું મેદાન, મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને નદી કિનારે લઈ જવાનું ટાળવું. જો લઈ જવામાં આવે તો ગુરુકુળના જવાબદાર વ્યક્તિને સાથે મોકલવા વગેરે.

ABOUT THE AUTHOR

...view details