ગુજરાત

gujarat

સાયક્લોન સર્ક્યુલેશનની અસરથી ગરમીમાં નોંધાયો ઘટાડો

By

Published : May 6, 2019, 9:45 PM IST

ઓડિશામાં આવેલા ફાની ચક્રવાતે સમગ્ર દેશમાં અસર કરી છે ત્યારે રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. તો અમદાવાદમાં વહેલી સવારે ઠંડો પવન પણ ફૂંકાયો હતો. જેથી લોકોને ગરમીથી રાહત મળી છે.

ફાઇલ ફોટો

અમદાવાદઃ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા ત્યારે મે મહિનાની શરૂઆતની સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ શહેરોમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. સાયક્લોન સર્ક્યુલેશનની અસરને કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડા પવનો ચાલુ રહેતા ગરમીથી રાહત મળી હતી.

સાયક્લોનને લીધે ગરમીમાં ઘટાડો નોંધાયો

આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે તો આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું.

ફેની ચક્રવાતને લઇ વાતાવરણમાં પલટો

આગામી દિવસોમાં સાયક્લોન સર્ક્યુલેશનની અસરને કારણે ૯ અને ૧૦ મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. 9 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા 10 તારીખે બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. જેની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળશે અને આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં સતત ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને ગરમીથી રાહત પણ મળી છે.

ગુજરાતમાં આવી શકે છે વાવાઝોડું

ટ્રફને કારણે ૮ થી ૧૨ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ વિશે જેના કારણે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓથી લઈ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Get Outlook for Android

ABOUT THE AUTHOR

...view details