આ રથયાત્રામાં પરંપરાગત મુજબ ભગવાનનાં ત્રણેય રથોનું પ્રસ્થાન ગજરાજ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગજરાજ દ્વારા મંદિરથી રથયાત્રા શરૂ કરાવવામાં આવે છે. સાથે જ આ રથયાત્રામાં ગજરાજ પર કેટલાક યજમાન પણ બિરાજમાન હોય છે. 22 કિમીની સમગ્ર રથયાત્રામાં ગજરાજ સૌથી આગળ ચાલે છે અને પાછળ સમગ્ર રથયાત્રા આવે છે.
જગન્નાથ રથયાત્રાને લઈને ગજરાજોને કરવામાં આવ્યો શણગાર...
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 142ની રથયાત્રાએ સવારે 7 વાગ્યે નગરમાં પ્રસ્થાન કર્યું છ. તો સાથે જ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેનારા ગજરાજોને પણ રંગથી શુશોભિત કરવામાં આવ્યા હતા.
જગન્નાથ રથયાત્રાને લઈને ગજરાજોને કરવામાં આવ્યો શણગાર...
રથયાત્રાની શોભા સમાન ગજરાજ ભગવાનની આ યાત્રામાં કેમ પાછા રહી જાય? રથયાત્રામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે ગજરાજોને પણ શણગારવારમાં આવે છે. ગજરાજને શરીર પર કલર કરીને આભૂષણ પણ પહેરાવવામાં આવે છે. ત્યારે મંદિર પાસે ગજરાજોને શરીર પર આકર્ષિત કલર કરવામાં આવી રહ્યા છે અને શણગારવામાં આવી રહ્યા છે. આ વર્ષે 15 ગજરાજ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેશે. જેમાં 1 નર અને 14 માદા ગજરાજ હશે.