ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તેમના પરિવારને જાનથી મારી નાખવાનો ધમકીભર્યો પત્ર અમદાવાદ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપના ભ્રષ્ટ શાસનમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દી વધી ગઈ છે. તેમને કોઈ પણ જાતનો કાયદાનો ભય રહ્યો નથી એવા આક્ષેપ આપ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
આપના ધારાસભ્યને ધમકી:AAPના MLA ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીભર્યો પત્ર મળ્યો છે. ગુજરાતના ધારાસભ્યોને ખુલ્લેઆમ ધમકીઓ મળી રહી છે. મને અને મારા પરિવારને માત્ર ફક્ત 20 દિવસમાં મારી નાખશે તેવા નનામો પત્ર મારા ઘરે મૂકવામાં આવ્યો છે.
સરકાર પર કર્યા સવાલ:ભાજપ સરકારના રાજમાં અસામાજિક તત્વોથી મને આવી ધમકીઓ મળી રહી છે. કિરણ પટેલ જેવા મહાઠગને જમ્મુ કશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરે છે. જ્યારે ગુજરાતના એક ધારાસભ્યને ધ્યાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ભારત જેવા લોકશાહી દેશમાં આવું ક્યારથી શક્ય બને છે.
આ પણ વાંચો:Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ શૃંખલા યોજાશે
અસામાજિક તત્વોને નથી ડર: વિધાનસભાના સત્રમાં પણ મેં જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. અસામાજિક તત્વોને કાયદાનો બિલકુલ ડર રહ્યો નથી. જે ખરેખર ગુનેગારો છે જે કરોડો રૂપિયાનું ડ્રગ લાવી રહ્યા છે તેમની ધરપકડ કરવામાં આવતી નથી. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો પોતાની વાત રજૂ કરે છે તો એમની ધરપકડ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Gandhinagar News : લાલ ડુંગળી અને બટાટાના ખેડૂતોના હિતમાં મુખ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય
આપના કાર્યકરોની ધરપકડ:દેશમાં અને ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે. તેના કારણે રાજ્ય સરકાર બોખલાય રહી છે. મોદી હટાવો પોસ્ટરનો કાર્યક્રમ જે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં અનેક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમીના એક એક કાર્યકર સામે પાંચ પાંચ જેટલા ગુનાની એફઆઈઆર કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવાના પોસ્ટર છે એ અમે આમ આદમી પાર્ટીના પાંચે ધારાસભ્યો પણ લગાવીશું. સંવિધાનિક રીતે સરકારે જે ભૂલ કરી છે તે ભૂલ ફરી ના કરે એવું અમે ઇચ્છએ છીએ.