અમદાવાદઃ લોકગાયક જીગ્નેશ કવિરાજના માતાનું 24 માર્ચે અવસાન થયું હતું. જે બાદ કોરોના વાયરસની ગંભીરતા જોતાં લોકો તેમના ઘેર ભેગાં ન થાય તે માટે લોકોને હમણાં મળવા ન આવવા અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસના પગલે લૉક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિએ કામ સિવાય બહાર ન નીકળવા માટે સરકારે જાહેરાત કરી છે.
લોકગાયક જીગ્નેશ કવિરાજના માતાનું અવસાન, લોકોને મળવા ન આવવા કરી અપીલ - જીગ્નેશ કવિરાજ
લોકગાયક જીગ્નેશ કવિરાજના માતાનું 24 માર્ચે અવસાન થયું હતું. જોકે કોરોના વાયરસની ગંભીરતા જોતાં તેમના ઘેર લોકોને હમણાં મળવા ન આવવા અપીલ કરવામાં આવી છે.

ગત 24 માર્ચે જીગ્નેશ કવિરાજના માતા સરલાબહેન બારોટનું અવસાન થયું હતું, જેમની તમામ અંતિમવિધિ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસનો કહેર યથાવત છે અને હજુ પણ કેસો નોંધાઈ રહ્યાં છે જેને જોતાં જીગ્નેશ કવિરાજે આવી પરિસ્થિતિમાં પણ તેમના સ્નેહીજનોને તેના ઘરે ન આવવા માટે અપીલ કરી છે. કોરોના વાયરસ વધુ ના ફેલા તેથી લોકોને મળવા ન આવવા માટે વિનંતી કરી છે.
કોરોના વાયરસનું જોખમ સંપૂર્ણ રીતે પૂરું થાય તે બાદ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવા માટે જણાવ્યું છે. એટલે કે સ્પષ્ટ છે કે જ્યારે આવા જાણીતા કલાકાર પણ કોરોના વાયરસ જેવા ગંભીર રોગ ફેલાવવાની પરિસ્થિતિમાં લોકોને અપીલ કરે છે તો લોકોએ પણ પોતાની નૈતિક ફરજ સમજીને બહાર ન નીકળવું જોઈએ.