મકાનના રીનોવેશનની કામગીરી દરમિયાન બની દુર્ઘટના વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા બામણગામના પટેલ ફળિયામાં રહેતા પટેલ જીતેન્દ્રભાઈ મનુભાઈના મકાનના રીનોવેશનની કામગીરી ચાલી રહી હતી. તે સમયે એકાએક મકાનની દિવાલ ધરાશાયી (Wall collapsed in Baman village of Karjan )થઈ ગઈ હતી. જેને કારણે કામ કરતા 3 જેટલા શ્રમિકો દબાયા હોવાનું બહાર આવ્યું હતું.જેમાં 1 શ્રમિકનું મોત (Death of a worker )નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના બનતા સાથે આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતાં.
આ પણ વાંચો ગુડસ લિફ્ટ તૂટી પડતા શ્રમિકનું મોત, 7 વ્યક્તિઓને ગંભીર ઈજા
સ્થાનિક રહીશો દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ આ સમગ્ર ઘટના (Wall collapsed in Baman village of Karjan )બનતા આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ત્યારે તેઓએ ફાયર બ્રિગેડ અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી આરંભી દીધી હતી.
આ પણ વાંચો માલપુરમાં વીજ પોલ પરથી પક્ષીને બચાવવા જતાં શ્રમિકનું મોત
એક શ્રમિકનું મોત અને બે ને ગંભીર ઈજા આ સમગ્ર દુર્ઘટનામાં (Wall collapsed in Baman village of Karjan )શ્રમિક રાજુ નવલસિંહ નાયક (ઉ.35), (રહે. પાધરા, તા. ઘોઘંબા, જિ. પંચમહાલ)નું ઘટના સ્થળે (Death of a worker ) મોત થયું હતું. જ્યારે દિપસિંહ લક્ષ્મણ બારીયા (ઉ.40)ને ઇજા થતાં કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ 2 વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
કામ કરતા શ્રમિકો માટેની સેફ્ટીના સવાલો આ સમગ્ર ઘટના (Wall collapsed in Baman village of Karjan ) બનતા સ્થાનિકોમાં શ્રમિકોની સુરક્ષાને લઈને કેટલાક સવાલો ઉભા થવા પામે છે. જેમાં કન્સ્ટ્રક્શન સાઇટ શ્રમિકોની સુરક્ષા (Safety of construction site workers)નું શું તેમ પૂછાઇ રહ્યું છે. સ્થાનિકોએ બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.