ગુજરાત

gujarat

Deakin University: ઑસ્ટ્રેલિયાની ટોચની ડિકિન યુનિવર્સિટી હવે GIFT સિટીમાં બનાવશે કેમ્પસ, IFSCAને મળી અરજી

By

Published : Feb 28, 2023, 9:45 PM IST

ધી ઈન્ટરનેશનલ ફાઈનાન્શિઅલ સર્વિસીઝ સેન્ટર ઑથોરિટી (IFSCA) ગાંધીનગરને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં કેમ્પસ સ્થાપવા માટે ઑસ્ટ્રેલિયાની ડિકિન યુનિવર્સિટી તરફથી અરજી મળી છે.

Deakin University: ઑસ્ટ્રેલિયાની ટોચની ડિકિન યુનિવર્સિટી હવે GIFT સિટીમાં બનાવશે કેમ્પસ, IFSCAને મળી અરજી
Deakin University: ઑસ્ટ્રેલિયાની ટોચની ડિકિન યુનિવર્સિટી હવે GIFT સિટીમાં બનાવશે કેમ્પસ, IFSCAને મળી અરજી

ગાંધીનગરઃજાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે, જો IFSCA દ્વારા અરજી મંજૂર કરવામાં આવશે. તો ભારતમાં અને તે પણ ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરમાં તેનું કેમ્પ્સ સ્થાપનારી ડિકિન પ્રથમ વિદેશી યુનિવર્સિટી બની જશે. અમને ડિકિન યુનિવર્સિટી તરફથી અરજી મળી છે અને અમે હાલ તેની તપાસ કરી રહ્યા છીએ, એમ IFSCAના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃInternational Bullion Exchange : માત્ર ટ્રેડિંગ જ નહીં પણ ટનની ક્ષમતામાં પણ સ્ટોર કરી શકાશે સોનું-ચાંદી

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સત્તાવાર જાહેરાત કરશેઃડિકિન યુનિવર્સિટીના અધિકારીઓના મતે, તેઓ 8 માર્ચ સુધી ‘એમ્બાર્ગો’ હેઠળ છે. જે તારીખે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવવાના છે. ત્યારે તેઓ લોકો સામે સત્તાવાર જાહેરાત કરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયાના પીએમ બન્ને ક્રિકેટ મેચ જોશેઃઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બેનીઝ 8 અને 9મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9થી 13 માર્ચ દરમિયાન યોજાનારી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચ જોવા સાથે જશે. તેઓ ક્રિકેટના સાક્ષી બને તેવી શક્યતા છે. જોકે, આ અંગે હજી સત્તાવાર રીતે કાર્યક્રામની જાહેરાત કરવામાં નથી આવી.

ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબઃગુજરાતના ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટીએ ઊભરતું વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ છે, જે ભારતમાં તેવા પ્રકારની સિટી સૌપ્રથમ છે. જે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બિઝનેસ ડિસ્ટ્રિકટ્સની સમકક્ષ અથવા તેનાથી ઉપર માટે રચાયેલ છે.

ડિકિન યુનિવર્સિટીની સૌથી પહેલી અરજી આવીઃIFSCAના સૂત્રોના મતે, ઘણી વિદેશી યુનિવર્સિટીઝે ગિફ્ટ સિટીમાં તેમના સ્વતંત્ર કેમ્પ્સની સ્થાપના કરવામાં રસ દાખવ્યો છે, પરંતુ ડિકિન યુનિવર્સિટીએ અરજી આપી છે અને સત્તાવાર રીતે અરજી આપનારી અત્યાર સુધીની પ્રથમ અને એકમાત્ર શૈક્ષણિક સંસ્થા છે. જોકે, તેને સત્તાવાર મંજૂરી આપવાની બાકી છે.

ભારતમાં કેમ્પસ સ્થાપવા મંજૂરી અપાશેઃનિર્મલા સીતારમનઃ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમને તાજેતરના છેલ્લા બજેટના પ્રવચનમાં જાહેરાત કરી હતી કે, વિદેશી યુનિવર્સિટીઝ અને સંસ્થાઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. તેમને પહેલા ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવશે.

નિયમનકારી માળખાને વિકસાવવા માટે પ્રક્રિયા શરૂ કરીઃIFSCAએ જૂન 2022માં જાહેરાત કરી હતી કે, ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઝ અથવા વિદેશી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પ્સ અને ઑફશોર એજ્યુકેશન સેન્ટરની સ્થાપના માટે એક નિયમનકારી માળખું વિકસાવવાના પ્રયાસમાં છે. વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પર આધારિત નિયમોનો મુસદ્દો તૈયાર કરાયો છે. તે સૂચિત ડ્રાફ્ટ અંગે સૂચનો અને ટિપ્પણીઓ મગાવી છે. ત્યારપછી જ વિદેશી યુનિવર્સિટીઝ અને વિદેશી સંસ્થાઓએ રસ દાખવવાનું શરૂ કરી દીધું છે.

યુજીસી નિયમનો ઘડી રહી છેઃયુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) પણ વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતમાં કેમ્પસ સ્થાપવા માટેના નિયમો ઘડવાની પ્રક્રિયામાં છે. જોકે, IFSCA નિયમો ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં સ્થાપિત વિદેશી યુનિવર્સિટી કેમ્પસ સંચાલિત કરશે.

ડિકિન યુનિવર્સિટી ટોચની 50 યુવા યુનિવર્સિટીમાં સ્થાનઃડિકિન યુનિવર્સિટી QS World યુનિવર્સિટી રેન્કિંગમાં 266માં ક્રમે છે અને તે ટોચની 50 યુવા યુનિવર્સિટીમાં પણ છે. ઑસ્ટ્રેલિયામાં તેના ચાર કેમ્પસ છે અને ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તેઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ કરવા જાય છે.

આ પણ વાંચોઃબુલિયન એક્સચેન્જ દ્વારા સોના-ચાંદીને લઈને થશે મોટો ફાયદો, ગુજરાતમાં થશે સ્થાપના

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન બે દિવસ ગુજરાતના મહેમાનઃસૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ 8મી માર્ચે જી20ની બેઠકમાં ભાગ લેવા ગુજરાત આવશે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવી રહ્યા છે. બંને વડાપ્રધાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક સાથે બેસીને ભારત ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ નિહાળશે. ત્યારપછી જી20 બેઠકમાં ચર્ચા કરશે. જોકે, સત્તાવાર કાર્યક્રમની જાહેરાત નથી કરાઈ.

ABOUT THE AUTHOR

...view details