અમદાવાદ: વધતા જતા કોરોના વાયરસના કેસના પગલે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાની શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે, GTUમાં પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ડેટા લીક થયા છે. જે અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
GTUમાં ઓનલાઈન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ડેટા GTUની જ વેબસાઈટ પર લીક થયા - Gtu student data leak
કોરોના વાયરસની પરિસ્થિતિમાં GTU દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. ત્યારે, પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે ડેટા GTUની વેબસાઈટ પરથી લીક થયા છે. જે મામલે GTU એ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
GTUમાં ઓનલાઈન પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ડેટા GTU ની વેબસાઈટ પર લીક થયા
ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી છે અને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ વિદ્યાર્થીઓના ડેટા લીક થતા GTU પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.