શહેરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ જોવા મળે છે, ત્યારે લોકહિત માટે શસ્ત્રોનો ઉપયોગ કરતાં પોલીસ તંત્રએ પણ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કર્યુ હતું.
અમદાવાદમાં દશેરા નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરાયું - અમદાવાદમાં દશેરા ઉજવણી
અમદાવાદઃ શહેરમાં દશેરા પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં શહેરભરના પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
દશેરા નિમિત્ત પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાયું શસ્ત્ર પૂજન કરાયું
શહેરના શાહીબાગ વિસ્તારના પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરના પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ પૂજામાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. શસ્ત્રોની તિલક કરીને તેની વિધીસર રીતે પૂજા કરવામાં આવી હતી.