દમણ: બુટલેગરો જાણે કોઇ પણ પરિસ્થિતિમાં સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયાનો ઉપયોગ કરી રહ્યા છે. દમણ પોલીસે બાતમીના આધારે કલેરીયા સોમનાથ લાલજી-મુલજી ટ્રાંસપોર્ટ નજીકથી બિનવારસી હાલતમાં ટેમ્પોમાં તપાસ કરતા તેમાથી HP ગેસના બાટલાઓ મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા સિલિંડરના પાછળના ભાગે બનાવેલા ઢાંકણને ખોલતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બુટલેગરની નવી ચાલ ફ્લૉપ, પોલીસે સિલિન્ડરમાં છુુપાયેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - daman
ગુજરાતમાં ફક્ત દારૂ બંધીની વાતો સેવાઇ રહી હોય તેમ છે. બુટલેગરો બેફામ દારૂની હેરાફરી કરી રહ્યા છે. તેમજ દારૂની હેરાફરી માટે નવા-નવા કિમિયાઓ પણ અપનાવી રહ્યા છે. તેવોજ એક કિસ્સો દમણમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગેસના સિલિન્ડરમાં દારૂની હેરોફરી કરી રહ્યા છે. દમણ પોલીસે બાતમીના આધારે 12 ગેસના સિલિન્ડરમાંથી દારૂની બોટલો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![બુટલેગરની નવી ચાલ ફ્લૉપ, પોલીસે સિલિન્ડરમાં છુુપાયેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:56-gj-dmn-04-liquor-smuggled-gascylinders-photo-gj10020-13062020193638-1306f-1592057198-675.jpg)
દમણ : ગેસના સિલિન્ડરમાં દમણિયા દારૂની ગુજરાતમાં હેરાફેરી
પોલીસે ઝડયેલા છોટા હાથીમાંથી કુલ 12 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા. જેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 485 બોટલ મળી આવી હતી. જેની કિંમત 50 હજાર અને ટેમ્પાની કિંમત 1.50 લાખ સાથે કુલ 2 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.