ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ 'ગુજરાત 11' માં જોવા મળશે ડેઇઝી શાહ - સ્પોર્ટ્સ ગુજરાતી ફિલ્મ

અમદાવાદ: બોલિવૂડમાં હિટ ફિલ્મો કરનારી અભિનેત્રી ડેઇઝી શાહ હવે ગુજરાતી ફિલ્મમાં પણ જોવા મળશે. સ્પોર્ટ્સની એક ગુજરાતી ફિલ્મ 'ગુજરાત 11' આવી રહી છે, જેમાં ડેઈઝી શાહ લીડ રોલમાં જોવા મળશે. ડેઇઝી બોલિવૂડમાં ગયા પહેલા ગુજરાતી તથા અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફરી એકવખત ડેઇઝી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.

અમદાવાદ

By

Published : Sep 29, 2019, 1:17 PM IST

બોલિવૂડમાં હિટ ફિલ્મો કરનારી અભિનેત્રી ડેઇઝી શાહ હવે ગુજરાતી ફિલ્મ 'ગુજરાત 11'માં દેખાશે. આ પહેલી સ્પોટર્સ ફિલ્મ છે, જેમાં ડેઇઝી લીડ રોલમાં જોવા મળશે. જેમાં તે એક ફૂટબોલ કોચ તરીકેની ભૂમિકા નિભાવશે. ડેઇઝી છેલ્લા 2 મહિનાથી રોજ સવારે 2 કલાક ફૂટબોલ પ્રેક્ટિસ કરતી હતી. ડેઇઝીએ ગુજરાતી ફિલ્મો તરફ વળવાનું કારણ જણાવતા કહ્યું કે, તેને આ ફિલ્મની સ્કીપ્ટ સારી લાગી અને તે પોતે પણ મૂળ ગુજરાતી છે.

ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ 'ગુજરાત 11' માં જોવા મળશે ડેઇઝી શાહ

આ અંગે ફિલ્મ ડાયરેક્ટર જયંત ગિલટરે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ગુજરાતની સૌથી મોંઘી ફિલ્મ છે. જેમાં સૌથી વધુ ખર્ચો થયો છે. આ ફિલ્મમાં લોકોને ખૂબ જ સારો સંદેશો પણ મળશે. આ ફિલ્મમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને બીજી તક આપવામાં આવે છે તેની પર આધારીત છે. હાલની પરિસ્થતિમાં કોઈને તક મળતી નથી. તેમજ સમાજને સકારાત્મક સંદેશો પણ આ ફિલ્મ દ્વારા મળશે.

ABOUT THE AUTHOR

...view details