કુબેર નગર પાસે આવેલા છારાનગરમાં છારા સમાજના લોકો ચોરી, લૂંટફાટ, દારૂ-જુગાર જેવા ગુનાઓ માટે જાણીતા હોય છે. તેથી છારા સમાજના લોકોની સમાજમાં છાપ ખરાબ છે. પરંતુ આ સમાજ હવે તેમની છાપને સુધારવા અને અન્ય સમાજની જેમ પોતાની સારી છબી ઊભી કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે છારા સમાજના લોકો દ્વારા દહીહાંડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં છારા સમાજ દ્વારા દહી હાંડીનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ દહીહાંડીનું પણ એક અનેરુ મહત્વ છે. તેથી દેશભરમાં અનેક જગ્યાઓ પર દહી હાંડીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં પણ કુબેર નગર ખાતે ત્રણ માળ જેટલી ઊંચાઇએ દહીંથી ભરેલી માટલી રાખી વિવિધ ટીમો દ્વારા મટકી ફોડવાની હરીફાઈ રાખવામાં આવી હતી.
ahmedabad news
છારા નગરમાં આવેલા આઠ અલગ-અલગ કોલોનીના સભ્યો દ્વારા આઠ ટીમ બનાવીને દહીં-હાંડી હરિફાઈનું આયોજન કરાયું હતું. પ્રત્યેક ટીમમાં ૩૦ થી ૪૦ જેટલા યુવાઓ હતા, જેમના માટે 3 માળથી પણ વધુ ઊંચાઈએ ક્રેનની મદદથી મટકી હતી તે ફોડવાની ચેતવણી હતી. જે ટીમેં મટકી ફોડી તેને રોકડ ઇનામ તથા સન્માન પણ કરવામાં આવ્યું હતું.