અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ડીપ ડિપ્રેશનમાં સર્જાયું હતું, જે ક્યાર વાવાઝોડામાં પરિર્વતન થતા સમુદ્રમાં ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. વાવાઝોડાની સંભાવનના લીધે દેવભૂમિ દ્વારકા અને જામનગરના બંદરો પર ભયસૂચક બે નંબરનું સિગ્નલ લાગ્યું હતું. આ સંભવિત વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય-મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની વકી - ક્યાર
અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડા ‘ક્યાર’ની અસરને પગલે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વાવાઝોડું ધીરે ધીરે ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જોકે, ગુજરાતના દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ વાવાઝોડાના પગલે ઓખા અને બેટદ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.
![‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની વકી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4881066-thumbnail-3x2-sssss.jpg)
file photo
ગત બે દિવસમાં વાવાઝોડું ‘ક્યાર’ દરિયામાં સક્રિય થયું હતું. જેથી અરબી સમુદ્રમાં 100-130 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી. જોકે, હવે આ ક્યાર વાવાઝોડું ધીરે ધીરે ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે.
Last Updated : Oct 27, 2019, 9:25 AM IST