- પ્રજાસતાક દિન નિમિત્તે સાયક્લોથોન અને વોકથોનનું આયોજન
- લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે અને સાયકલ ચલાવે તે હેતુથી કાર્યક્રમનું આયોજન
- રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ખાતે કરવામાં આવ્યું છે આયોજન
- 26 જાન્યુઆરીના દિવસને ઉપલક્ષમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે ટીશર્ટ
- 26 જાન્યુઆરીના ઉપલક્ષમાં આયોજન
અમદાવાદઃપ્રજાસતાક દિન નિમિત્તે સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા અમદાવાદીઓ માટે કાંકરિયા લેક અને સાબરમતી રિવરફ્રન્ટ,ખાતે સનહાર્ટ સિરામિક્સના સહયોગથી સાયક્લોથોન અને વોકથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લથોન અને વોકથોન 23 જાન્યાઆરીના રોજ કાંકરિયા અને 24 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે સવારના 6.00 કલાકથી 9.30 કલાક દરમિયાન થશે. જેમાં રનિંગ અને સાયકલિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં સમગ્ર અમદાવાદી અગાઉ રેજીસ્ટ્રેશન કરીને જોડાઈ શકશે છે. દરેક ભાગલેનારા સનહાર્ટ દ્વારા થ્રી-પોકેટ, ટીશર્ટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. જેમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.
ઉપસ્થિત રહેલાઓના નામ
આ ઇવેન્ટમાં રિચા હર્ષદ શાહ, ફેશન ડિઝાઇનર અને ફાઉન્ડર મેમ્બર, સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી, યશ ભરતભાઇ પટેલ, ફાઉન્ડર, મિલ્કમોર અને ફાઉન્ડર ટ્રસ્ટી, સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી અને સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટીના ફાઉન્ડર અને આર્કીટેક અને બિલ્ડર જીગ્નેશ પટેલ, મિશલ ઈલેશ પટેલ, ટ્રસ્ટી સિમ્બાલિઅન ફોઉંડેશન, હિતેન વરમોરા,ભદ્ર વરમોરા, રમેશ જીડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.