ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પર ફરી એકવાર વાયુ વાવાઝોડાનું સંકટ, કચ્છ પર ત્રાટકી શકે તેવી સંભાવના - gujaratinews

અમદાવાદ: ગુજરાત પર ફરી એકવાર વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાયું છે. થોડા સમય પહેલા સમાચાર મળ્યા હતા કે, ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો હતો અને વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. પરંતુ કમનસીબની વાત એ છે કે વાયુ વાવાઝોડું ફરી એકવાર ગુજરાત તરફ વળ્યું છે.

ગુજરાત પર ફરી એકવાર વાયુ વાવાઝોડાનું સંકટ, કચ્છ પર ત્રાટકી શકે તેવી સંભાવના

By

Published : Jun 15, 2019, 11:34 PM IST

તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું કચ્છ તરફ ફંટાયું છે. વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો ન થતા હવામાન વિભાગ દ્વારા દુજરાત પર વાવાઝોડાનો ખતરો યથાવત રહેવાની માહિતી આપી હતી. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર સૌથી વધુ થવાની સંભાવના છે. 18 જૂનના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે. સાથે જ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 17 અને 18 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતના કચ્છ સુધી પહોંચશે.

હાલમાં જોઈએ તો વાવાઝોડું પોરબંદરથી 260 કિમી દૂર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા ભારે વરસાદ પડી શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details