વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદની આગાહી અમદાવાદ : અરબી સમુદ્રમાં સક્રિય થયેલા શક્તિશાળી બિપરજોય વાવાઝોડાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયંકર અસર થઈ છે. વાવાઝોડું ગઈકાલે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો આવ્યો હતો. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આ વાવાઝોડાને લઈને હાશકારો ક્યારે થશે તેમજ વરસાદને લઈને માહિતી સામે આવી છે.
વાવાઝોડાની દિશા : ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગઈકાલે જખો પોર્ટ પાસે રાત્રે 10:30થી 11:30 વાગ્યાની આસપાસ બિપરજોય વાવાઝોડાએ ક્રોસ કર્યું હતું. વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ઉત્તર-પૂર્વથી સૌરાષ્ટ્ર ક્રોસ કર્યું હતું. જેની રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ પ્રોસેસ રહી હતી. વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મના લેન્ડ ફોલ સમયે 115થી 125 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 140 કિલોમીટર સુધી પવનની ગતિ જોવા મળી હતી. ગઈકાલે રાત્રે જખૌ પોર્ટથી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાંથી વાવાઝોડું પસાર થયું હતું.
હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી, ત્યારે તે 50 કિલોમીટરમાં ફેલાયેલી હતી. હાલના વેધર પર નજર કરવામાં આવે તો આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય. પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડાથી સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો છે. દરિયાકાંઠેથી પસાર થયા બાદ તેની શક્તિમાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે છેલ્લા 6 કલાકમાં નોંધાયેલી ગતિ પ્રમાણે વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલની સ્થિતિ જોતા બિપરજોય વાવાઝોડું નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણતાની પ્રક્રિયા તરફ આગળ વધશે. - ડૉ. મનોરમા મોહંતી (અમદાવાદ હવામાન કેન્દ્ર ડિરેક્ટર)
વરસાદની આગાહી : ગુજરાતમાં હાલ વાવાઝોડાની અસરના પગલે હજુ 60થી 70 kmની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેવાની સંભાવના છે, જોકે હાલ કરતાં આજે પવનની ગતિ ઓછી રહેશે. વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ, દ્વારકા અને જામનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે.
હજુ પુર આવવાની શક્યતા : જોકે દરિયામાં ચક્રવાતની અસરને પગલે હજુ પણ ફિશરમેન વોર્નિંગ યથાવત રાખવામાં આવી છે. જ્યારે દરિયામાં Lcs 3 સિગ્નલ લગાવવામાં આવશે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું તે પહેલાં ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું. જે હવે ચક્રવાત નબળું પડતાં હટાવવામાં આવશે. જોકે વાત કરવામાં આવે Lcs 3 સિગ્નલની તો Lcs 3 સિગ્નલનો મતલબ એ છે કે હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે.
- Cyclone Biparjoy Landfall Impact: સમગ્ર સુરતમાં 134 વૃક્ષો ધરાશાયી, મોડીરાત સુધી ચાલી કામગીરી
- Cyclone Biparjoy Landfall Impact: જામનગરમાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, સીએમ લઇ શકે છે મુલાકાત
- Cyclone Biparjoy Landfall Impact: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ