ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy : રાજ્યમાં વાવાઝોડામાં બચાવ કામગીરી માટે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત - ham radio station in Cyclone

બિપરજોય ચક્રવાતથી સર્જનાર આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યુનિકેશન માટે રાજ્યમાં હેમ રેડિયોની ટીમો તૈયાર કરવામાં આવ્યા છે. GIAR દ્વારા નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે.

Cyclone Biparjoy : રાજ્યમાં વાવાઝોડામાં બચાવ કામગીરી માટે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત
Cyclone Biparjoy : રાજ્યમાં વાવાઝોડામાં બચાવ કામગીરી માટે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત

By

Published : Jun 14, 2023, 10:40 PM IST

અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને લઈને સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં 150 કિમીથી વધુ ઝડપથી ભારે ૫વન તેમજ વરસાદની ૫રિસ્થિતિ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંદેશા વ્યવહાર અને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત જિલ્લાઓ અને સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે.

આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યુનિકેશન માટે હેમ રેડિયો

કોના દ્વારા રેડીયોનું સંચાલન : ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગ થકી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો દ્વારા હેમ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની વધુ અસરના લીધે વીજ પુરવઠો ખોરવાઈ જતા મોબાઇલ તેમજ અન્ય સંદેશાવ્યવહાર ઠપ્પ થઇ જાય તેવા સંજોગોમાં હેમ રેડિયો ટીમ દ્વારા HF તેમજ VHF સંદેશાવ્યવહારની ગોઠવણ કરી સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય કરતા વિવિધ વિભાગોને જરૂરી સંદેશા વ્યવહાર પૂરો પાડી શકાય છે.

ક્યાં ક્યાં સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા : ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો દ્વારા હાલમાં નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા ઉપરાંત સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સ્ટેશન પર ત્રણ-ત્રણ સભ્યોની ટીમ તૈનાત કરવામાં આવી છે. GIAR સંસ્થા દ્વારા અગાઉ ૫ણ સુનામી સમયે આંદામાન-નિકોબાર ખાતે, નેપાળમાં ધરતીકં૫ દરમ્યાન, સુરત પૂર હોનારત સમયે તેમજ વાયુ અને નીલોફર વાવાઝોડા દરમિયાન, તાઉતે વાવાઝોડા સમયે ૫ણ હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરીને રાહત અને બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.

હેમ રેડિયો સ્ટેશન

સમગ્ર આયોજનનું સંચાલન : ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થાના જનરલ સેક્રેટરી ડો. જગદીશ પંડ્યા, જોઇન્ટ સેક્રેટરી પ્રવીણ વલેરા દ્વારા સમગ્ર આયોજન અને સંકલન કરવામાં આવી છે. જ્યારે રાજકોટથી સંકલન નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

  1. Cyclone Biparjoy : કચ્છમાં કપરા સમયે બાળકોને શેલ્ટર હોમમાં શિક્ષણ મળતા આનંદ
  2. Cyclone Biparjoy : વાવાઝોડાને લઈને રાજ્યની રક્ષા માટે જગદીશ પંચાલે ચોરવાડના પ્રાચીન મંદિરમાં શીશ ઝુકાવ્યું
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ

ABOUT THE AUTHOR

...view details