અમદાવાદ :વાવાઝોડાને લઈને સમગ્ર ગુજરાતનું વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. રાજ્યના દરિયા વિસ્તારમાં તંત્ર દ્વારા સલામતી માટે કાર્ય કરી છે. આ ઉપરાંત બિપરજોય વાવાઝોડાને પગલે દરિયાઈ કાંઠે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ વાવાઝોડાના પગલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે, જેના પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં તંત્ર સજ્જ બન્યું છે, તેવામાં અમદાવાદમાં ભારે વરસાદ પડી શકવાની આગાહીને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા અગમચેતીના પગલે શહેરના અંડર પાસ જરૂર પડે બંધ કરવાની તૈયારી પોલીસે દર્શાવી છે.
Cyclone Biparjoy : વાવાઝોડાને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસની તૈયારી, જરૂર પડે તો અન્ડર બ્રિજ થશે બંધ - Rain Forecast in Ahmedabad
વાવાઝોડાને પગલે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ટ્રાફિક પોલીસ સજ્જ થયું છે. ભારે વરસાદની શક્યતાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા અગમચેતીના પગલે શહેરના અંડરપાસ જરૂર પડે તો બંધ કરવાની તૈયારી દર્શાવી છે. અમદાવાદ શહેરમાં 10થી વધુ અંડરપાસ આવેલા છે.
બિપરજોય વાવાઝોડાના પગલે અમદાવાદમાં પણ વરસાદ પડવાની શક્યતા હોવાથી આગમચેતીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા જરૂર પડ્યે અંડર બ્રિજ બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે, શહેરીજનોને અપીલ છે કે કામ વિના વરસાદના સમયગાળામાં ઘર બહાર ન નીકળવું. - નીતા દેસાઈ (DCP, અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક)
શહેરમાં કેટલા અંડપ પાસ : અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં 2 અને પશ્ચિમ વિસ્તારમાં 10થી વધુ અંડરપાસ આવેલા છે અને સાંજના સમયે બિપરજોય વાવાઝોડું કરછના જખૌ કાંઠે લેન્ડ ફોલ કરશે, ત્યારે તેની અસર કચ્છ સહિતના અનેક દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળ્યો છે, તેવામાં અમદાવાદમાં પણ રિવરફ્રન્ટ, કાંકરિયા સહિતની જાહેર જગ્યાઓ બપોર બાદ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેવામાં સાંજના સમયે અમદાવાદમાં ભારે વરસાદ પડે તેવામાં અમદાવાદના વાહન ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને અંડર બ્રિજ બંધ કરી દેવામાં આવશે. સાથે જ અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો તરત જ કોર્પોરેશનને જાણ કરવામાં આવશે સાથે જ ભયજનક હોર્ડિંગ્સ અને અન્ય બાબતો અંગે પણ ટ્રાફિક પોલીસ કામગીરી કરશે.