ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Live Updates : બિપરજોય વાવાઝોડાને લઈને AMCએ મહત્વનો નિર્ણય લિધો - Landfall location time affected places

15 અને 16 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે, પરંતુ વાવાઝોડા બાદ પણ બિપરજોયની અસરના ભાગરૂપે 16-17 જૂને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે.

cyclone-biparjoy-live-updates-cyclone-biparjoy-to-make-landfall-in-jakhau-landfall-location-time-affected-places
cyclone-biparjoy-live-updates-cyclone-biparjoy-to-make-landfall-in-jakhau-landfall-location-time-affected-places

By

Published : Jun 14, 2023, 2:59 PM IST

Updated : Jun 14, 2023, 10:00 PM IST

અમદાવાદ : બિપરજોય વાવાઝોડાને લઈને AMC એક મહત્વનો નિર્ણય લિધો છે, જેમાં રિવરફ્રન્ટ બાદ હવે કાંકરિયા ખાતે આવેલ નગીનાવાડી, પ્રાણી સંગ્રહાલય આગામી 28 કલાક સુધી બંધ રાખવામાં આવશે. આવતીકાલે બપોરના 2 વાગ્યેથી શુક્રવારના રાત્રિના 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. રિવરફ્રન્ટ લેક પર થતી તમામ એક્ટિવિટી બંધ કરવાનો AMCએ નિર્ણય કર્યો છે.

વાવાઝોડું મધદરિયે સ્ટેન્ડ બાઈ : છેલ્લા 06 કલાકથી બિપોરજોય વાવાઝોડું મધદરિયે સ્ટેન્ડ બાઈ છે. છેલ્લા 06 કલાકથી વાવાઝોડાની કોઈ મુમેન્ટ જોવા મળી રહી નથી. પરંતુ 14 જૂનની આસપાસ બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ બંદર પર ટકરાશે તે નક્કિ છે.

ઐતિહાસિક દાંડી સ્મારક બંધ: નવસારીના ઉભરાટ અને દાંડી દરિયાકિનારા પર પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગે આજે મહત્વનો નિર્ણય લઈ વાવાઝોડાની અસરના લીધે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક 13 જૂન થી 16 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે 17 જૂનથી પ્રવાસીઓ માટે આ મ્યુઝિયમ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

વૃક્ષની ડાળ તૂટી પડતા મોત: મહુધા તાલુકાના વાસણા સુરજપુરા વિસ્તારમાં સવારથી જ ભારે પવન ફુંકાતા એક વૃક્ષની ડાળ તૂટી પડી હતી. જેમાં નીચે ખાટલામાં બેઠેલા રામાભાઈ ચૌહાણ ઉપર પડતા શરીરે ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે અલીણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મહુધા પોલીસને કરતા મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો તંત્રએ લિધો નિર્ણય : બિપરજોઈ વાવાઝોડાને પગલે સલામતીના ભાગ રૂપે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો મંદિર બંઘ રાખવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ જગત મંદિર તારીખ 15જૂનના બંધ રાખવામાં આવશે. કોરોના કાળ બાદ ફરી વાર દ્વારકાધીશ જગત મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશ જગત મંદિરની પૂજા આરતી રાબેતા મુજબ ચાલુ રહેશે.

એક વ્યક્તિનું મોત નિપજ્યુ : મહુધાના વાસણા સુરજપુરા ગામે ઝાડની ડાળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ખાટલામાં બેઠેલા હતા તે વખતે લીમડાના ઝાડનું ડાળ પવનના કારણે નીચે પડયું હતું. ખાટલામાં બેઠેલા રામાભાઈ મગનભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 52ના ઉપર પડતા તેઓને શરીરે ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

15 જૂનની સાંજે ગુજરાતના કચ્છમાં ત્રાટકશે : અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયની અસર દેખાવા લાગી છે. તે 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છમાં ત્રાટકશે, પરંતુ તે પહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દ્વારકા, કચ્છ, જૂનાગઢ, મોરબી સહિતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

માંડવી ખાતે ભારે પવન: કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.આ કલમ 12 જૂનથી 16 જૂન સુધી અમલમાં રહેશે. તો કચ્છના કંડલા બંદર પર સંભવિત વાવાઝોડાનો સંકેત આપવા માટે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તો મુન્દ્રા અને માંડવી બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવે છે.

શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી: વાવાઝોડાની અસરના કારણે સમુદ્રમાં ખૂબ જ કરંટ જોવા મળી રહ્યા છે. જેના કારણે સમુદ્રના પાણી શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુશી ચૂક્યું છે. ગોમતીઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી ભરાયાના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં ત્યાંના લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. હાલ તંત્ર દ્વારા તેમને સ્થાનાંતરિત કરવામાં આવશે કે ત્યાંના લોકો માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

સાબરકાંઠામાં વાવાઝોડાની અસર શરૂ:બીપોરજોય વાવાઝોડા નીર અસર સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી છે. વિવિધ તાલુકના વાતવરણમાં પલ્ટો જોપવા મળ્યો છે. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાવઝોડાની અસરને પગલે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચુકી છે.

વડોદરામાં વરસાદ: બિપરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે વડોદરામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના રાવપુરા, અકોટા, વાઘોડિયા, સરદાર એસ્ટેટ, માંજલપુર, સમા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેર વાસીઓને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે. વાતાવરણ થયેલા બદલાવને પગલે હજુ પડી શકે છે વરસાદ.

સુરતમાં વૃક્ષ પડ્યું: બિપરજોય વાવાઝોડુંના અસરના કારણે શહેરમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના યથાવત છે. શહેરમાં ભારે પવન ફૂંકાતા આંજના ફાર્મ ખાતે વૃક્ષ ધરાસઈની ઘટના સામે આવી છે. મોબાઈલ પર વાત કરી રહેલા એક ઈસમ પર વૃક્ષ પડતા જીવ બચાવી બહાર નીકળ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણની વચ્ચે વરસાદ શરૂ થયો હતો. ભારેપવનો સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાર આવતા વાતાવરણમાં ઠંડક પસરી છે. જોકે ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો.

દ્વારકામાં નિર્ણય:બીપરજોય વાવાજોડાએ દ્વારકાધીશ મંદિરનો ઇતિહાસ બદલી નાખ્યો છે. પ્રથમ વખતે દ્વારકાધીશ મંદિરે ગઈકાલે એક પણ ધ્વજા ચડી નહિ. ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિર પર એક પણ ધ્વજા કાલે ચડી નહી. દ્વારકાધીશ મંદિરે દરરોજ 5 ધ્વજા શિખર ધ્વજ પર ચડાવામાં આવે છે. દ્વારકાધીશ મંદિર પર ધ્વજા ચડાવવાનું અનેરું મહત્વ છે. 52 ગજની ધ્વજાં દિવસમાં 5 વખત ચડે છે. ભગવાન દ્વારકાધીશના મંદિર પર ચડે છે. કાલે એક પણ ધ્વજા ખરાબ હવામાનને કારણે ચડી નહિ. ધ્વજા ચડાવતા અબોટી બ્રાહ્મણોની સુરક્ષાને ધ્યાને લઇ લેવાયો નિર્યણ છે.

રાજકોટમાં ફૂડ પેકેટ: બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે ખોડલધામની માનવતાભરી કામગીરી કરીને 15 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. નરેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ યુદ્ધના ધોરણે ફૂડ પેકેટ તૈયાર કર્યા છે. વહીવટી તંત્ર સાથે સંકલન સાધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ છે. બિપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ શ્રી ખોડલધામ મંદિર 14 અને 15 જૂનના રોજ બંધ રહેશે. આઠ જિલ્લામાં ખોડલધામ સમિતિ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. રાજકોટના ઉપલેટામાં એન.ડી.આર.એફ. અને પી.આર.એફ ની ટીમ સાથે ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાએ બેઠક યોજી હતી. રાજકોટ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ત્રણ જિલ્લામાં વરસાદ:વાવાઝોડાને કારણે પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થશે. 135 કિલોમીટરની ગતિએ હવા ફૂંકાશે. જેની અસરને કારણે સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લામાં વરસાદ નોંધાશે. જામનગરમાં એરઈન્ડિયાની ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. ભારે વરસાદ અને પવનની ગતિને ધ્યાને લઈને ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતા રસ્તા પરનો મીંઢોળા નદી પરનો પુલ ધરસાઈ થયો છે. પુલના લોકાર્પણ પૂર્વજ પુલ ધરાસાઈ થતા 15 જેટલા ગામોને અસર થઈ છે. 2021 ના વર્ષમાં પુલનું કામ આસરે બે કરોડના ખર્ચે શરૂ કરાયું હતું. સવારે આસરે છ કલાકના અરસામાં પુલ ધરસાઈ થવાને લઈને કોઈ જાનહાની નહિ.

પવન વધશે:આ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે પવનની ગતિ 135થી 150 સુધીની હોઈ શકે છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના કિનારા બાજું આગળ વધી રહ્યું છે. પણ અંતર વધારે હોવાને કારણે એટલી તીવ્ર અસર નથી જેટલી ટકરાતી વખતે હોય છે.

  1. ગુજરાત તરફ આગળ વધી રહ્યું ચક્રવાત બિપરજોય... આ 7 જિલ્લા રેડ ઝોન, અન્ય 9 રાજ્યોમાં પણ એલર્ટ
  2. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે કેટલા વાગ્યે લેન્ડફોલ થશે? હવામાન વિભાગે મહત્વની વિગતો આપી
Last Updated : Jun 14, 2023, 10:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details