ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact : વાવાઝોડાની અસરથી સાબરમતી હિલોળે ચડી, સમુદ્રના મોજાની જેમ ઊછળી રહ્યું છે પાણી - Cyclone Biparjoy update Ahmedabad

વાવાઝાડની અસરથી અમદાવાદના સાબરમતી નદીનું પાણી સમુદ્રના મોજાની જેમ ઊછળી રહ્યા છે. શહેરમાં ભારે પવનના કારણે 24 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હોવાની ફરીયાદ પણ સામે આવી છે. તેમજ શહેરમાં અટલ બ્રિજ, કાંકરિયા સહિતના સ્થળો પ્રવાસીઓ માટે ક્યારે ખુલ્લા મૂકવા તે માટે વિચારણા કરવામાં આવશે.

Cyclone Biparjoy Landfall Impact : વાવાઝોડાની અસરથી સાબરમતી હિલોળે ચડી, સમુદ્રના મોજાની જેમ ઊછળી રહ્યું છે પાણી
Cyclone Biparjoy Landfall Impact : વાવાઝોડાની અસરથી સાબરમતી હિલોળે ચડી, સમુદ્રના મોજાની જેમ ઊછળી રહ્યું છે પાણી

By

Published : Jun 16, 2023, 5:45 PM IST

વાવાઝોડાની અસરથી સાબરમતી હિલોળે ચડ્યું, સમુદ્રના મોજાની જેમ ઊછળી રહ્યું પાણી

અમદાવાદ : બિપરજોય વાવાઝોડું ગુરુવારની રાત્રે કચ્છ દરિયા કિનારે મધ્ય રાત્રી ટકરાયું હતું. જેને લઈને કચ્છ સહિત અનેક શહેરમાં કાચા મકાન પડવા, અનેક જાહેર માર્ગ પર ઝાડ તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે. NDRF ટીમ દ્વારા રસ્તા પર તૂટીને પડેલા ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હજુ પણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હાલ શહેરમાં આવેલી સાબરમતી નદીનું પાણી પણ હિલોળે ચડ્યું છે.

દરેક ઝોનમાં કંટ્રોલ રૂમ :બિપરજોય વાવાઝોડા ગતરોજ મધ્યરાત્રે કચ્છ દરિયાકિનારે અથડાયું હતું. તેની અસર અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જોવા મળી રહી છે. અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીનું પાણી પણ સમુદ્રના મોજાની ઉછળી રહ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ભારે પવન તેમજ વરસાદ પણ પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંધ કરવામાં આવેલ સ્થળો અંગે હજુ વિચારણા :બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં આવેલા ફરવા લાયક સ્થળો જેવા કે અટલ બ્રિજ, કાંકરિયા, નગીનાવાડી, પ્રાણીસંગ્રહાલય, રિવરફ્રન્ટ વોક વે તેમજ શહેરમાં આવેલા 280 વધુ ગાર્ડન બંધ કરવામાં આવ્યા હતા. હજુ આ તમામ સ્થળોને ક્યારે ખુલ્લા મુકવામાં આવશે તે વિચારણા કરવામાં આવી છે. અંદાજિત હજુ 12 કલાક સુધી બંધ રાખવામાં આવી શકે છે.

ફાયર વિભાગ અને ડોક્ટર સ્ટેન્ડ બાય :શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરવાના નિકાલ માટે એસ.ટી.પી ખાતે કારીગર કેનાલ પર બનાવવામાં આવેલા 105 પંપો તેમજ 34 સ્ટ્રોંગ વોટર પંપ 83 પંપોનું સ્કાડા સિસ્ટમને મુખ્ય કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને પહોંચી વળવા માટેની વિસ્તારો નાગરિકનું સ્થળાંતરની કામગીરી માટે અમદાવાદથી ફાયર સર્વિસની 15 રેસ્ક્યુ ટીમ ટીમ, 5 બોટીંગ સ્ટાફ ટીમ, 5 બોટને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જાહેરમાર્ગ પર આવેલા કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, ચાર રસ્તા જંકશન પરના PTZ કેમેરા અને અંડર પાસ પર લગાવવામાં આવેલા કેમેરાનું ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ભારે વરસાદના સંજોગોમાં ટ્રાફિક ડ્રાય વર્ઝન તેમજ જંકશન કાર્યવાહી હાથ ધરી શકાય તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને પણ વાયરસ સાથે હાજર રાખવામાં આવી છે.

  1. Cyclone Biparjoy Landfall Impact: સમગ્ર સુરતમાં 134 વૃક્ષો ધરાશાયી, મોડીરાત સુધી ચાલી કામગીરી
  2. Cyclone Biparjoy Landfall Impact: જામનગરમાં અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી, સીએમ લઇ શકે છે મુલાકાત
  3. Cyclone Biparjoy Landfall Impact: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ

ABOUT THE AUTHOR

...view details