બિપરજોય: બિપરજોયની તીવ્રતા ખૂબ જ ગંભીર પહેલા જોવા મળી રહી હતી. પરંતુ ધીમે ધીમે જેમ જેમ નજીક આવ્યું તેમ પવની દિશામાં ઘટાડો થતો ગયો. પરંતુ શરૂઆતના સમયમાં ખુબ પવન ફૂંકાણો હતો.
, “ચક્રવાત બિપોરજોય ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદરની નજીક પાકિસ્તાનના દરિયાકાંઠે આવેલા સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. ચક્રવાત હવે સમુદ્રથી જમીન તરફ આગળ વધ્યું છે અને તેનું કેન્દ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફ છે. ચક્રવાતની તીવ્રતા ઘટીને 105-115 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. શ્રેણી અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન (VSCS) થી ગંભીર ચક્રવાતી તોફાન (SCS) માં બદલાઈ ગઈ છે. રાજસ્થાનમાં 16 જૂને ભારે વરસાદ પડી શકે છે--મૃત્યુંજય મહાપાત્રા (IMDના ડાયરેક્ટર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી વાત:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોયને લેન્ડફોલ કર્યા પછી રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પટેલે ટ્વીટ કર્યું, “વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની નજીક આવી રહેલી બિપરજોય ચક્રવાતની સ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવવા માટે આજે મોડી રાત્રે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. માનનીય વડાપ્રધાને ગીર જંગલના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સુરક્ષા વ્યવસ્થાની વિગતો પણ જાણી.
કચ્છમાં વૃક્ષો ધરાશાયી:બિપરજોયના કારણે ગુરુવારે વીજ લાઈનોને નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં ઉથલપાથલ થઈ ગઈ હતી. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દરિયાની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ 115 થી 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે ચક્રવાતથી તારાજી સર્જાઈ છે. વાવાઝોડા તરીકે બિપરજોયે જખૌ નજીક લેન્ડફોલ કર્યું હતું. શુક્રવારે સવારથી જ કચ્છમાં વરસાદ પડ્યો છે. આ સાથે વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.
- Cyclone Biparjoy Landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ
- Cyclone Biparjoy Landfall: વાવાઝોડા બાદ કચ્છના હાલ બેહાલ, 940 ગામમાં અંધારપટ