ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોયને લઈને કોર્ટની કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય - ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય

બિપોરજોય ચક્રવાતને લઈને કોર્ટની કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજને વાવાઝોડાની અસર સમયે પોતાના જિલ્લાની અદાલતો બંધ રાખવી કે ચાલુ રાખવી તે માટે પોતે નિર્ણય લઈ શકશે.

ચક્રવાત બિપરજોય
ચક્રવાત બિપરજોય

By

Published : Jun 13, 2023, 8:30 PM IST

અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને વાવાઝોડાનું સંકટ વર્તાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે સમગ્ર તંત્ર તેમજ પ્રશાસન એલર્ટ થઈ ચૂક્યું છે. આ બિપરજોય વાવાઝોડાને લઈને કોર્ટની કાર્યવાહી માટે ગુજરાત હાઇકોર્ટે પણ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

જિલ્લાના પ્રિન્સિપાલ કોર્ટ બંધ રાખી શકશે: ગુજરાત હાઇકોર્ટે એક્ટિંગ ચીફ જસ્ટિસ એજે દેસાઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વાવાઝોડા દરમિયાન તમામ જિલ્લાના પ્રિન્સિપાલને કોર્ટ બંધ રાખવાની સત્તા આપવામાં આવી છે. આ સાથે જ તમામ જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ વાવાઝોડાની અસરના સમયે પોતાના જિલ્લાના અદાલતો માટે સ્વયં નિર્ણય લઈ શકશે.અદાલતો ચાલુ રાખવી કે બંધ રાખવા અંગેના નિર્ણય લેવાની સત્તા પણ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજ ને આપવામાં આવી છે.

લોકોની સલામતોની ધ્યાનમાં રાખીને નિર્ણય:જિલ્લાની કોર્ટમાં હજારો લોકો કેસ માટે થઈને આવન જાવન ચાલુ રહેતી હોય છે. ત્યારે તે તમામ લોકોની સલામતોની ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશો વકીલો અને પક્ષકારોની તથા કર્મચારીઓની સ્થિતિ મુજબ ડિસ્ટ્રીક જજ નિર્ણય લઈ શકશે. આ નિર્ણયમાં સ્થાનિક પ્રશાસન સાથેના સંકલન સહિતની સત્તા અને જવાબદારીઓ વાવાઝોડાના સમય પૂર્તિ જિલ્લાના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક જજને આપવામાં આવી છે.

બિપરજોયને લઈને તૈયારીઓ:અત્રે ઉલ્લેખનીય છે કે બિપોરજોય વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ગામોમાં અત્યારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નીચાણવાળા ગામોને પણ ખાલી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. તંત્ર તેમજ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે તમામ પરિસ્થિતિઓ સામે લડવા તૈયારી કરી લેવામાં આવી છે.

  1. Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય સામે તંત્ર સજ્જ, CM ભૂપેન્દ્ર પટેલની લોકોને સાવચેત રહેવા અપીલ
  2. Biparjoy Impact: બિપરજોય વાવાઝોડું નબળું કરી રહ્યું છે ચોમાસુ, ગરમી વધવાથી અન્નદાતાઓને વરસાદની જોવી પડશે રાહ
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ

ABOUT THE AUTHOR

...view details