ગુજરાત

gujarat

ETV Bharat / state

Cybercrime : ટેલીગ્રામ એપથી ઇન્વેસ્ટમેન્ટ અને રેટિંગના બહાને છેતરપિંડી કરતી ટોળકી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં

ટેલીગ્રામ એપના માધ્યમથી ઇન્વેસ્ટ કરવા અને રેટિંગ કરવાના બહાને છેતરપિંડી આચરનારી ટોળકી પકડી પાડવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં આવેલા અપરાધી શું કરતાં હતાં જૂઓ.

Cybercrime : ટેલીગ્રામ એપથી ઇન્વેસ્ટમેન્ટ અને રેટિંગના બહાને છેતરપિંડી કરતી ટોળકી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં
Cybercrime : ટેલીગ્રામ એપથી ઇન્વેસ્ટમેન્ટ અને રેટિંગના બહાને છેતરપિંડી કરતી ટોળકી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 7:03 PM IST

છેતરપિંડી આચરનારી ટોળકી પકડાઇ

અમદાવાદ : ટેલીગ્રામ એપના માધ્યમથી ઇન્વેસ્ટ કરવા અને રેટિંગ કરવાના બહાના તળે છેતરપિંડી કરનારાઓ હાલ ઓનલાઈનથી લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા છે. ત્યારે આવી સાયબર છેતરપિંડીનો ભોગ બનતા કેટલાક લોકો ફરિયાદ કરવાનું ટાળે છે, તો કેટલાક લોકો ફરિયાદ કરતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદના ઇસનપુરમાં બન્યો હતો.

સાયબર ક્રાઇમનો શિકાર : આવા ઓનલાઇન છેતરપિંડી કરી લોકોના રુપિયા પડાવી ચૂનો લગાડતી એક ટોળકીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. આ ઘટના છે અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારની, જ્યાં વકીલ તરીકેનો વ્યવસાય કરતા જયેશભાઈ સુરેશભાઈ વકીલ ટેલીગ્રામ એપના માધ્યમથી સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હતાં.

સાયબર ક્રાઇમમાં ફરિયાદ : જયેશભાઈને સપ્ટેમ્બર 2023માં ટેલીગ્રામના માધ્યમથી મેક માય ટ્રિપમાં રેટિંગ કરવાના બહાના હેઠળ અલગ અલગ ટ્રાન્સફર કરાવી કરોડો રૂપિયાનો ઠગ ટોળકીએ ચૂનો લગાડતા આ અંગે જયેશભાઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ટેલીગ્રામમાં ઠગ ટોળકીએ જયેશભાઈને મેક માય ટ્રિપમાં અલગ અલગ ટાસ્ક કરવાનું કહી રોકડ રકમ ટ્રાન્સફર કરાવીને કુલ રૂપિયા બે કરોડ છેતાલીસ લાખ સોળ હજાર પડાવી લીધા હતાં.

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા : ત્યારે પોલીસ ફરિયાદ બાદ આ ટોળકીના બે સાગરિતોની પોલીસે છેતરપિંડીના ગુનામાં ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. આ ગુનામાં પકડાયેલ આરોપીઓ તથા અન્ય આરોપીઓ સાથે મળીને ટેલીગ્રામના માધ્યમથી ટાસ્ક આપી અને રેટિંગ કરવાના બહાના હેઠળ ફરિયાદી થતાં અન્ય ભોગ બનનાર વ્યક્તિ સાથે છેતરપિંડી કરી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રા્સફર કરાવ્યા હતાં. જોકે અત્યાર સુધી આરોપીઓએ કેટલા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવ્યા છે જે બાબતે પોલીસે તપાસ અર્થે કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ઓનલાઇન ફ્રોડથી સાવધ રહો : જો વાત કરવામાં આવે આવા ફ્રોડની, તો ઓનલાઇન ફ્રોડ કરતી કંપની અથવા એવી કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને લાલચ બતાવી મસમોટી રકમ પડાવી લેતી હોય છે. ત્યારે ઓનલાઇન ફ્રોડથી બચવા અનેક જાહેરાતો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ પૈસાની લાલચમાં લોકો પોતાની રકમ ગુમાવી દેતા હોય છે, ત્યારે આવા ઓનલાઇન ફ્રોડથી બચવા સાવધાન રહેવાની જરૂર છે.

  1. Rajkot News: રાજકોટથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકીઓની તપાસમાં ખુલાસા, છેલ્લા એક વર્ષથી હતા અલકાયદાના સંપર્કમાં
  2. ટેલિગ્રામે WhatsApp જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા માટે નવા ફીચર્સ કર્યા રજૂ
  3. Surat Crime: સુરતમાં સસ્તી વસ્તુઓ ખરીદવાની લાલચ પડી બે વ્યક્તિને ભારે

ABOUT THE AUTHOR

...view details