ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyber Crime: શહેરમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો

હાલ મોટાભાગના વેપારીઓ ડિજિટલ પેમેન્ટ(Digital payment) તરફ વળ્યા છે.તો બીજી સરકાર પણ ડિજિટલ તરફ આગળ વધી રહી છે. ત્યારે હવે ગ્રાહકો પણ ખિસ્સામાંથી પર્સ કાઢી રૂપિયા ચૂકવવાના બદલે મોબાઈલ કાઢી QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરતા થઈ ગયા છે. જો કે અત્યાર સુધી અનેક એવી ઘટના સામે આવી છે જેમાં આવી એપ્લિકેશન કે ડિજિટલ પેમેન્ટ (Digital payment)પ્લેટફોર્મ સિક્યોર ન હોવાનું સામે આવ્યું છે.ત્યારે શહેરના એક વેપારીને પણ આવો જ એક કડવો અનુભવ થયો છે.બે ગઠિયાઓ તેલના ડબ્બા લઈ Paytm મારફતે પેમેન્ટ કરી (Cyber Crime )નીકળી ગયા હતા. પરંતુ વેપારીના માણસ પર મેસેજ તો આવ્યો પણ બેન્ક એકાઉન્ટ તપાસતા નાણા તેમા ન આવ્યા હોવાથી તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

Cyber Crime: શહેરમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો
Cyber Crime: શહેરમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો

By

Published : Nov 23, 2021, 7:06 PM IST

  • શહેરમાં વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે લગાવ્યો ચૂનો
  • વેપારી પાસેથી સામાન લીધો પેમેન્ટ કર્યું મેસેજ આવ્યો રૂપિયા નહી
  • બેંક એકાઉન્ટમાં રુપિયાનું ટ્રાન્ઝેક્શન ન દેખાતા ફરિયાદ નોંધાવી

અમદાવાદઃશહેરમાં છેતરપિંડીના બનાવો ધીમે ધીમે વધી રહ્યા છે.ચેન-સ્નેચિંગ અને વાહન ચોરો (Chain-snatching and vehicle thieves)તો બેફામ બન્યા જ છે. ત્યારે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ સતત વધી રહી છે. શહેરમાં વેપારીને ડિજિટલ પેમેન્ટ(Digital payment) લેવામાં કડવો અનુભવ થયો છે. બે ગઠિયા અમદાવાદના વેપારી (Merchant of Ahmedabad)પાસેથી તેલના ડબ્બા લઈને Paytm મારફત રુપિયા ટ્રાન્સફર કરીને નીકળી ગયા(Cyber Crime ) હતા.જેનો મેસેજ પણ આવ્યો હતો. પરંતુ ખાતામાં રુપિયા આવ્યા ન હતા.

શું હતી સમગ્ર ઘટના

માધવપુરા પોલીસ સ્ટેશનમાં (Madhavpura Police Station)નોંધાયેલી ફરિયાદના પ્રમાણે શહેરના દિલ્હી દરવાજા (Ahmedabad Delhi Gates)ખાતે એક કરિયાણાની દુકાનમાં ગત 30 સપ્ટેમ્બરે બે વ્યક્તિ રિક્ષા લઈને ખરીદી કરવા આવ્યા હતા. આશરે 25થી 30 વર્ષની ઉંમરના બે યુવાને તિરુપતિ તેલના 15 કિલોના બે ડબ્બા, જ્યારે ગુલાબ કપાસિયા તેલના 5 લિટરના બે કેરબા ખરીદ્યા હતા. જેની કિંમત 6700 થઈ હતી.માલ ખરીદીને આ બે યુવકોએ વેપારીને કહ્યું હતું કે અમારી પાસે રોકડા રૂપિયા નથી. પરંતુ તમને Paytm મારફત પૈસા ટ્રાન્સફર(Cyber Crime ) કરી દઈએ છીએ. વેપારીના મોબાઈલમાં Paytm મારફત પૈસા ટ્રાન્સફર મેળવવા માટે એપ્લિકેશન ન હતી. જેથી તેમણે તેમના ત્યાં કામ કરતા કર્મચારીના મોબાઈલમાં એપ્લિકેશન હોવાથી તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

જો કે માલ ખરીદવાવાળા બન્ને યુવકોએ Paytm મારફત પૈસા ટ્રાન્સફર કરતાં પાંચ મિનિટમાં કર્મચારીના મોબાઈલમાં પૈસા જમા થયાનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ આ બંને ગ્રાહકો માલ રિક્ષામાં મૂકીને રવાના થઈ ગયા હતા.બાદમાં નોકરે તેના બેંકના ખાતામાં તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે પૈસા જમા થયા જ ન હતા. વેપારીએ કોઈ ટેક્નિકલ ખામી સમજીને થોડા દિવસમાં જ પૈસા જમા થશે એમ સમજીને રાહ જોઈ હતી.પરંતુ પૈસા નહીં મળતા તેમણે અંતે માધવપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃGujarat Universityના વિદ્યાર્થીઓએ હવે આખી જીંદગી પાસ કે સેકન્ડ ક્લાસની માર્કશીટ લઈને નહીં ફરવું પડે, જુઓ કેમ?

આ પણ વાંચોઃFraud with NRI woman: જમીન અને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી મહિલા સાથે તેના જ મિત્રોએ ઠગાઈ કરી

ABOUT THE AUTHOR

...view details