ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ફોરેક્ષ કરન્સીમાં રોકાણના નામે છેતરપીંડી કરતા 2 ઈસમો ઝડપાયા

અમદાવાદ: શહેરમાં ઠગ ટોળકીએ કરન્સી ખરીદ વેચાણ કરવાની લાલચ આપી એક લાખના રોકાણ સામે મહિને 30થી 45 હજાર રૂપિયા મળશે તેવી લાલચ લોકોને છેતરતા હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં ફક્ત છેતરતા હોવાનો અહેસાસ થતાં રોકાણ કરનાર મનીષભાઇ શાહે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી .જે મામલે સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી હતી અને મુખ્ય સૂત્રધાર વિવેક યાદવની ધરપકડ કરવા ટીમેને મુંબઈ ખાતે મોકલી  હતી.

અમદાવાદ

By

Published : Aug 19, 2019, 8:19 AM IST

આ બંને આરોપી સુરત વિસ્તારના રહેવાસી છે, જેમના નામ જયેશ વાઘેલા અને કિરીટ કારેલીયા હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓએ ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરાવી છેતરપીંડી આચરી હતી. મળતી માહિતી પ્રમાણે કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષભાઇ શાહ ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી માસમાં ફોરેક્સ ઓટો ટ્રેડીંગના નામે પૂજા નામની મહિલાના નામથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં હતું કે, 'નો એડવાન્સ, વન ટાઇમ ડિપોઝિટ ફર્સ્ટ અર્ન ડેઇલી રૂ 30,000 ટુ 45,000 વિથ ધ હેલ્પ ઓફ ફોરેક્સ ઓટો ટ્રેડીંગ સોફ્ટવેર, કોલ મી ફોર લાઇવ ડેમો.'

અમદાવાદમાં ફોરેક્ષ કરન્સીમાં રોકાણ કરાવી છેતરપીંડી કરતા 2 ઈસમો ઝડપાયા...

ત્યારબાદ આ મહિલાનો મનીષભાઇ પર ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફ્ટવેરથી ટ્રેડીંગ કરાવે છે. જો ઇચ્છતા હોવ તો ખાતુ ખોલાવવાનું રહેશે. મહેશભાઇએ 10 દિવસનો સમય માંગ્યા બાદ રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. બાદમાં ઠગ ટોળકીને એકાઉન્ટ ખોલવાના નામે ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા. જે પછી ડિપોઝિટના નામે 1 લાખ માંગતા મહેશભાઇએ 1 લાખ 2 ટુકડે સુરતની બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એકાઉન્ટ નંબર અને પાસવર્ડ પણ આવી ગયા હતા.


રોકાણની કિંમતો અને પ્રોફિટ લોસના આંકડા પણ આ એપ્લીકેશનમાં બતાવવા લાગ્યા હતા. માર્ચ મહિનામાં કોઇ અપડેટ ન આવતા ગૌતમ શાહ નામના વ્યક્તિએ સર્વર ડાઉન હોવાનું જણાવ્યું હતુ. બાદમાં રોકાણ કરનારને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ બાદ મહેશભાઈએ સાયબર ક્રાઇમમાં અરજી કરતા સાયબર ક્રાઇમે અરજી પર તપાસ કર્યા બાદ બે આરોપીની ધરપકડ કરી હતી.

હાલ તો, સાયબર ક્રાઇમે આ ઠગ ટોળકીના બે સભ્યોને ઝડપી પાડયા છે. પરંતુ આ મુખ્ય ભેજાબાજ વિવેક યાદવ નામનો આરોપી હજુ પણ સાયબર ક્રાઈમની પકડથી દૂર છે. જેને પકડવા સાયબર ક્રાઇમે ટીમને મુંબઇ તપાસમાં મોકલી આપી છે. હવે આ ભેજાબાજ સાયબર ક્રાઈમના હાથે કઈ રીતે આવશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details