ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Corona Update : અમદાવાદ જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ ?

સમગ્ર રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં હવે બાળકોમાં સંક્રમણ (Ahmedabad Corona Update) જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ બાળકો કોરોનાની ઝપટે ચડ્યાના કેસો સામે આવી રહ્યા છે. બાળકો કોરોનાની શું અસર જાણો....

Ahmedabad Corona Update : અમદાવાદ જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ ?
Ahmedabad Corona Update : અમદાવાદ જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ ?

By

Published : Feb 5, 2022, 9:04 AM IST

અમદાવાદ : સમગ્ર દેશમાં કોરોના ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ રહી ના કેસો સામે (Ahmedabad Corona Update) આવી રહ્યા છે. જેમાં ગ્રામીણ વિસ્તારના બાળકો પણ ભોગ બની રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 150થી વધુ બાળકોને કોરોના સંક્રમણની ઝપટમાં આવી ચૂક્યા છે.

પાંચ વર્ષથી નાના 23 બાળકોમાં સંક્રમણ

અમદાવાદ જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ જાણો

અમદાવાદ જિલ્લામાં 0-5 વર્ષના 23 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. તો 5-10 વર્ષના 57 બાળકો અને 10-18 વર્ષના 91 બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આ આંકડા સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય પણ ઘણા બાળકો હશે જેને કોરોનાની અસર થઈ હશે. સારી બાબત એ પણ છે કે, એક પણ બાળક કોરોનાનું શિકાર બન્યું નથી. હાલમાં તમામ બાળકો રિકવર થઈ રહ્યા છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જે ટીનેજર્સ બાળકો વેક્સીન (Ahmedabad Children Vaccinated) લીધી છે. તેઓમાં સંક્રમણ વધુ જોવા મળ્યું છે.

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ

પ્રાથમિક શાળાઓ છે બંધ

સરકારે તકેદારીના ભાગ રૂપે શાળાઓ બંધ રાખી તો પણ બાળકોમાં કોરોનાની અસર (Corona Infection Children in Ahmedabad) વધારે જોવા મળી રહી છે. ડોકટર માની રહ્યા છે કે, હાલમાં ડબલ ઋતુની સિઝન ચાલી રહી છે. સાથે જ પરિજનોએ વેકસીન ના લીધી હોય. જેથી તેમના બાળકો સંક્રમણ બની રહ્યા હોય છે. આ સિવાય જિલ્લામાં અત્યારે કુલ 310 પોઝિટિવ દર્દી છે. જેમાંથી 20 એડમિટ છે, તે પૈકીના 6 ઓક્સીઝન પર છે અને 2 બાઈપેપ પર સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃCorona Case In Banaskantha: ડીસામાં ધોરણ 10 અને 12ના 10 વિદ્યાર્થીઓ થયા કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details