અમદાવાદઃ કોટ વિસ્તારમાં કરફ્યૂ, પોલીસનો જડબેસલાક બંદોબસ્ત - કોટ વિસ્તાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
અમદાવાદમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ બિનજરૂરી રીતે બહારના નીકળે નહીં, તેની ખાસ તકેદારી અમદાવાદ પોલીસને સોંપવામાં આવી છે. જેના પગલે વહેલી સવારે 6 વાગ્યાથી અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં 'રાઉન્ડ ધ કલોક' પેટ્રોલિંગ સાથે જ બેરીકેટ મુકી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદઃ કોટ વિસ્તારમાં કરફ્યુ, પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
અમદાવાદઃ કોટ વિસ્તારમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત પેરામિલેટ્રી ફોર્સ સાથે જ અન્ય સીવીલ ડીફેન્સ અને ક્રાઇમ બ્રાંચની મદદ લઇ કોટ વિસ્તારની અંદર બિનજરૂરી રીતે બહાર નીકળતા તમામ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.