અમદાવાદ : મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડ ઓઈલનો ભાવ એક બરેલ દીઠ રૂપિયા 2500 ગણીએ તો એક બેરલ એટલે 159 લીટર થાય. હવે 2500 રૂપિયા ભાગ્યા 159 લીટર કરીએ તો એક લીટરનો ભાવ રૂપિયા 15-16 આવે. જ્યારે પીવાના પાણાની 1 લીટરની બોટલ રૂપિયા 20માં મળે છે. એટલે આપણે કહી શકીએ કે, પાણી કરતાં ક્રૂડઓઈલ સસ્તુ થયું છે.
ભારતમાં પીવાના પાણી કરતાં ક્રૂડઓઈલ સસ્તુ થયું!
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં 25 ટકાનો કડાકો બોલી ગયો છે. જેને પગલે ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ક્રૂડઓઈલના ભાવમાં 798 રૂપિયા(25 ટકા)નો કડાકો બોલી બેરલ દીઠ ભાવ રૂપિયા 2361 રહ્યો હતો. જો ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો ભારતમાં પીવાના પાણીની બોટલના ભાવ કરતાં ક્રૂડનો ભાવ સસ્તો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવા પાછળ સાઉદી અરબ અને રશિયાની પ્રાઈઝવૉર જવાબદાર મનાય છે. ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા માટે કોઈ તૈયાર ન હતા. સામે કોરોના વાયરસને કારણે ક્રૂડની ડિમાન્ડ ઘટી છે. બીજી તરફ ઉત્પાદન ઘટાડવા રશિયા તૈયાર નથી.
પરિણામે ક્રૂડના ભાવ સ્વભાવિક છે કે, ઘટે. તે મુજબ ક્રૂડના ભાવ સતત ઘટ્યા છે. 1991માં ખાડી યુદ્ધ થયું ત્યારે ક્રૂડ તૂટીને 31 ડૉલર થયું હતું. જે આજે 9 માર્ચને સોમવારે 31 ડૉલર બોલાયું હતું. તેમજ આગામી દિવસોમાં પણ ક્રૂડના ભાવ વધુ ઘટશે તેવી શકયતા છે.