અમેરિકાની એરસ્ટ્રાઈકમાં સૌથી તાકાતવર જનરલ કાસિમ સુલેમાની માર્યો ગયો છે. જેથી ઈરાને અમેરિકાને ધમકી આપી છે અને કહ્યું છે કે તેનો જોરદાર બદલો લઈશું. જેના કારણે વૈશ્વિક પરિસ્થિતી બદલાઈ છે. પરીણામે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો હતો. તેની સાથે વૈશ્વિક બજારમાં અનિશ્રિતતા સર્જાઈ છે અને ગોલ્ડ-સિલ્વરમાં ચિક્કાર ખરીદી આવી હતી. જેથી ગોલ્ડસિલ્વરના ભાવમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.
હાલ, આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 16 ડૉલર ઉછળી 1543 ડૉલર થયો છે. તેમજ સિલ્વરનો ભાવ પણ 12 ઉછળીને 18.13 ડૉલર થયો છે.અમદાવાદમાં સોનાચાંદી બજારમાં 999 ટચ સોનાનો ભાવ દસ ગ્રામે રૂપિયા 850 વધી 41,000ની સપાટી કૂદાવી રૂપિયા 41,250 રહ્યો હતો. ત્યારે ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 1100 ઉછળી ભાવ રૂપિયા 48,200 બોલાયો હતો.