અમદાવાદના મેયર બિજલ પટેલ સતત ચોથા દિવસે કાંકરિયા કાર્નિવલમાં હાજરી આપી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેટરો, ભાજપના કાર્યકર્તાઓ અને લોકોએ સહર્ષ રીતે આ સાપ્તાહિક વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો હતો.
અમદાવાદમાં ઠંડી હોવા છતા કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ - Crowds at the Kankaria Carnival
અમદાવાદ: ક્રિસમસની સાથે જ કાંકરિયા કાર્નિવલની પણ શરૂઆત થાય છે. જેમાં અમદાવાદ વાસીઓ માટે સાપ્તાહિક વાર્ષિકોત્સવના ચોથા દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે તાપમાનમાં ભારે ઘટાડા સાથે તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. તેમાં ઠંડીના ચમકારા વચ્ચે કાંકરિયા કાર્નિવલમાં ભીડ જોવા મળી હતી.
અમદાવાદ
જેમાં 1970ના દાયકાના ગીતોથી મંચ પરના ગાયકોએ વાતાવરણ રંગીન બનાવી દીધું હતું. ઠંડીના ચમકારા વચ્ચે લાઈટ અને LED લાઇટ શોથી સમગ્ર કાંકરિયા ઝળહળી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 25મી ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કાંકરિયા કાર્નિવલના બારમાં સપ્તક વાર્ષિક ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.