અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વિશાલના રિમાન્ડ મેળવી અલગ-અલગ મુદ્દાઓને લઈને તપાસ કરશે. જેમાં સૌથી મુખ્ય મુદ્દો જેલમાં મોબાઈલ કઈ રીતે પહોંચ્યો અને કોઈ અધિકારી કે જેલના કર્મચારીએ મદદ કરી છે કે કેમ, તે મામલે તપાસ કરવામાં આવશે. ઉપરાંત કઈ રીતે ખંડણી ઉઘરાવવાનું રેકેટ ચલાવતો હતો અને કઈ મોડ્સ ઓપરેનડીથી રેકેટ ચલાવતો હતો, તે અંગે પૂછપરછ કરવામાં આવશે. કેટલા સમયથી અને બહારથી બીજું કોઈ મદદ કરી રહ્યું હતું, તે પણ તપાસ કરવામાં આવશે. ઉપરાંત કઈ રીતે લોકોનો સંપર્ક કરતો હતો અને કેટલા લોકોને હજૂ સુધી ધમકી આપી છે. તે અંગે પણ તપાસ કરવાં આવશે.
અમદાવાદમાં ઝડ્પાયું ખંડણીનું રેકેટ, ગોસ્વામીના રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ - Sabarmati Central Jail
અમદાવાદઃ શહેરમાં ખંડણીનું રેકેટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. ત્યારે હવે ખંડણી ખોર વિશાલ ગોસ્વામી જે સેન્ટ્રલ જેલમાંથી બેઠા-બેઠા રેકેટ ચલાવતો હતો. તેને અને તેના સાગરીતોને પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કબ્જે મેળવી લીધા હતા. વિશાલ ગોસ્વામીને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ મેળવી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.
મહત્વની વાત એ છે કે, કોઈ અન્ય આરોપીને CRP-268 કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તો આગળની કે અન્ય કોઈ પણ કાર્યવાહી જેલમાં જ કરવામાં આવે છે. આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવતા નથી અને વીડિયો કોન્ફરેન્સથી જ રજૂ કરવામાં આવે છે. અન્ય ગુનામાં રિમાન્ડ મેળવ્યા બાદ પણ પૂછપરછ જેલમાં જ કરવામાં આવે છે. આ તમામ કાર્યવાહી એવા આરોપી સામે જ કરવામાં આવે છે કે, જે સમાજ માટે નુકસાનકર્તા હોય. જેમ કે, આતંકવાદી અને ખૂંખાર ગુનેગાર વિશાલ ગોસ્વામી પણ આ પ્રકારનો જ આરોપી હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગૃહ વિભાગને વિશાલનો કબ્જો મેળવવા અરજી કરી હતી. જે અરજી ક્રાઈમ બ્રાન્ચે માન્ય રાખી હતી માટે ક્રાઈમ બ્રાન્ચે સેન્ટ્રલ જેલમાંથી વિશાલ ગોસ્વામીનો કબ્જો મેળવ્યો હતો.