ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો 12 મોટા ગુના, ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ ગુજરાતમાં ક્રાઈમ વધ્યા... - ગુના

ગુજરાતમાં 2022ની ચૂંટણી પછી 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલની (Crime news in Gujarat)સરકારે શપથ લીધા છે. જે બાદ ગુજરાતમાં ક્રાઈમ ગુનામાં (gujarat crime news) વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં નાની મોટી અનેક ક્રાઈમના ગુના નોંધાયા છે. જૂઓ ETV Bharatનો વિશેષ અહેવાલ. (gujarat crime rate 2022)

જાણો 12 મોટા ગુના, ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ ગુજરાતમાં ક્રાઈમ વધ્યા...
જાણો 12 મોટા ગુના, ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ ગુજરાતમાં ક્રાઈમ વધ્યા...

By

Published : Dec 26, 2022, 9:28 PM IST

અમદાવાદ :ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ અને ગૃહપ્રધાન તરીકે હર્ષ સંઘવી જ (Crime news in Gujarat) આવ્યા છે. તેમ છતાં 12 ડિસેમ્બરે શપથ લીધા પછી ગુનાખોરીમાં સતત વધારો થયો છે. સુરતમાં ત્રિપલ મર્ડર, અમદાવાદમાં ડબલ મર્ડર, સુરતમાં જાહેરમાં ગળા પર કટર ફેરવવાની ઘટના, વેરાવળમાં ફાયરિંગની ઘટના, અમદાવાદમાં હત્યાના બનાવો વિગેરે ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા પંદર દિવસના 12 ગુનાઓ અંગે આવો જાણીએ વિગતવાર. (gujarat crime rate 2022)

(1) અમદાવાદમાં યુવકની હત્યા અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા રોનક સોલંકી નામના 23 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક યુવકના માતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી બિસ્મિલ્લાની ચાલી પાસે જાહેર રોડ પર યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. યુવકની હત્યા જૂના ઝઘડાની અદાવતમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. જુના ઝઘડાની અદાવત રાખીને એક આરોપીએ 30 હજાર રૂપિયામાં પોતાના મિત્રને સોપારી આપીને 23 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં સોપારી આપનાર મુખ્ય આરોપી અને હત્યાને અંજામ આપનાર બંને સાગરીતોને ઝડપી પાડી ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. (gujarat cyber crime news)

(2) કાગડાપીઠ વિસ્તારમાં ડબલ મર્ડરઅમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં એક સાથે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી હતી. હત્યા પણ એવી જગ્યાએ કરવામાં આવી જ્યાં લોકોને જીવનદાન મળતું હોય છે. કાગડાપીઠ વિસ્તારમાં ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલા સંકેત કોમ્પ્લેક્સના આવેલા કર્ણ હોસ્પિટલમાં માતા અને દીકરી સારવાર માટે આવ્યા પરંતુ તેઓની મોત મળ્યું હતું. એનેસ્થેસિયાના ઇન્જેક્શન આપીને ધોળે દિવસે હોસ્પિટલમાં બે હત્યાને કઈ રીતે અંજામ અપાયો હતો. પરતું કર્ણ હોસ્પિટલમાં માતા-પુત્રીની થયેલી હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનસુખ મીયાત્રા જ હત્યારો નીકળ્યો છે. કમ્પાઉન્ડર મૃતક ભારતીની પોતે ડોક્ટર બનીને ગેરકાયદે સારવાર કરતો હતો. આટલું જ નહીં, કમ્પાઉન્ડર CCTV બંધ રાખી સારવાર કરતો હોવાનું ખુલ્યું હતું. હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર માટે આવતા અને ડોક્ટર ઓપરેશનનો ખર્ચ 20-25 હજાર કહેતા તે દર્દીને ડોક્ટરની ગેરહાજરીમાં શિકાર બનાવી માત્ર 5 હજાર રૂપિયામાં સર્જરી કરી દેવાનું જણાવતો હતો. આ મામલે કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. (Crime rate in Gujarat)

(3) અમદાવાદમાં ઈ સિગારેટનું વેચાણ ઝડપાયુંઅમદાવાદમાં સોશિયલ મીડિયા પર નિકોટીન યુક્ત ઇ સિગારેટનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ હતી. સાથે પાન પાર્લરમાંથી પણ ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જે પાન પાર્લરમાંથી બાળકોને ઈ સિગારેટ વેચવામાં આવી હતી. તે પાનપાર્લરના સંચાલકો વિરુદ્ધ પણ પગલા લેવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમે 368 જેટલી ઈ સિગારેટ કબજે કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ એપ્લિકેશન થકી ઇ સિગારેટની વેચાણ કરતી ટોળકી ઝડપાઈ છે, સાયબર ક્રાઇમે ખુરશીદ અહેમદ નાગોરી, મોહમ્મદ રેયાન શેખ, સુરેશ ડામોર, નિપેશ કલાસવા અને મુંબઈ તથા ચેન્નઈથી ઈ સિગારેટ લાવી વેચનાર ભાવિક ડાંગરની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે આ ટોળકી પાસેથી 4,37,000 ની 368 નંગ ઇ સિગારેટ કબજે કરી છે. (crime news today)

(4) સુરતના અમરોલીમાં મહિલાનો મૃતદેહ સુરતના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 28 નવેમ્બર 2022ના રોજ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતા 49થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મહિલાની હત્યા કરાઈ હતી. આ ઘટનામાં આખરે આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અન્ય કોઈ નહીં પરંતુ મૃતક મહિલાનો પ્રેમી નીકળ્યો હતો.

(5) સુરતના અમરોલીમાં ત્રિપલ મર્ડરની ઘટનાસુરતના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી હતી. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતિયાઓને બોલાવી હૂમલો કરતા માલિક સહિત પિતા અને મામાને બચાવા જતા એમ ત્રણ લોકોની થઇ હત્યા કરવામાં આવી હતી. અમરોલીમાં ત્રિપલ મર્ડરની સમગ્ર ઘટનાક્રમ કારખાનામાં લગાવવામાં આવેલ CCTVમાં કેદ થઇ ગઈ છે. CCTV ફૂટે જ માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, માલિક કલ્પેશભાઈ ઉપર કારીગર અને અન્ય શખ્સો દ્વારા ચાકુ વડે હૂમલો કરવામાં આવે છે અને ત્યારબાદ કારીગર અને અન્ય શખ્સ ક્યાંથી ભાગી જતા હોય છે. લોહી લુહાણ હાલતમાં કલ્પેશભાઈ તેમની પાછળ ભાગે છે, પરંતુ તેઓ નીચે ગુલાંટી ખાઈને પડી જતા હોય છે. પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. (Crime rate in Gujarat 2022)

આ પણ વાંચોગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

(6) સુરતમાં વિદેશી મુળની સિગારેટ જપ્તસુરતમાં ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં, ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના (DRI) બીજા દરોડાને પરિણામે સુરત રેલ્વે સ્ટેશન પર પહોંચેલા રેલવે પાર્સલમાંથી આશરે 40 લાખની કિંમતની દાણચોરીની વિદેશી મૂળની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે, DRIના અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર ચેન્નાઈથી સુરત જવાના રેલવે પાર્સલને અટકાવ્યું હતું. જેમાંથી દાણચોરી કરાયેલી વિદેશી મૂળની સિગારેટની 1,96,320 સ્ટીક્સ એક્સ લાઈટ્સ (કોરિયન), ગુડાંગ ગરમ (ઇન્ડોનેશિયન) અને 555 (યુકે) બ્રાન્ડની હતી જે જપ્ત કરવામાં આવી હતી. તેની બજાર કિંમત 40 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે અને કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ માલની અટકાયત કરવામાં આવી છે. (gujarat crime rate 2022)

(7) સુરતના સચિન વિસ્તારમાં પ્રેમિકાના ગળે કટર ફેરવી સુરતના સચિન વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી દેતા ચકચાર મચી જવા પામી હતી. જે પ્રેમી પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો તેને જાહેરમાં પ્રેમિકાનું ગળું ચીરી તેની હત્યાની કોશિશ કરી ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપથ હાલતમાં પ્રેમિકાને છોડી નાસી જનાર આરોપી પ્રેમીની શોધખોળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે યુવતીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

(8) સુરતના રાંદેરમાં પતિએ પત્નીને ચેપી ઈન્જેક્શન મારી દીધુંડિવોર્સી પતિએ પૂર્વ પત્નીને ફરવા લઇ જઈ ચેપી અને ઘેનયુક્ત ઇન્જેક્શન મારી દેતા સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 25 ડિસેમ્બરના રોજ મહિલાના પૂર્વ પતિએ તેને ફોન કર્યો હતો અને તેના ઘરે મળવા આવવાની વાત કરી હતી. મહિલાએ હા પાડતા પૂર્વ પતિ ઘરે આવ્યો હતો અને બાઈક પર બેસાડી ફરવા લઇ ગયો હતો. આ દરમિયાન પૂર્વ પતિ શંકરે મહિલાને પરફ્યૂમની ખરીદી કરાવી. પરફ્યૂમની ખરીદી કર્યા બાદ પતિ મહિલાને રાંદેર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો અને ત્યાં અંધારાનો લાભ લઇ મહિલાના ડાબા થાપના ભાગે ઇન્જેક્શન મારી દીધું હતું. જેને લઈને મહિલાને શરીરમાં અશક્તિ જેવું લાગતું હતું અને માથું ભારે લાગતું હતું. ચક્કર આવવા લગતા મહિલાએ બૂમાબૂમ કરી હતી. જેથી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

(9) વડોદરામાં કેમિકલ ભરેલ ટેન્કરો ઝડપાયાવડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલા દામાપુરા ગામના ગોડાઉનમાં શંકાસ્પદ પ્રવાહી કેમિકલ ભરેલા ટેન્કરોમાં નંદેસરી પોલીસે રેડ કરી હતી. તે દરમિયાન આ ગોડાઉનમાંથી ટેન્કરો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી કેમિકલનો શંકાસ્પદ 50.59 લાખનો જથ્થો કબજે લીધો હતો. આ કેમિકલ ચોરી કરવાના ચાલી રહેલ નંદેસારી પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલમાં ત્રણે શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

(10)રાજકોટમાં યુવાનને ઝરીના ઘા માર્યારાજકોટના જિલ્લા ગાર્ડન નજીક એક 42 વર્ષના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી. સમગ્ર મામલે રાજકોટની ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ શરૂ કરી હતી. જોકે આ યુવાનની હત્યા કોણે કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હનીફ યુસુફ જુણેજા નામના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અવારનવાર વિસ્તારમાં આવેલી ચાની હોટલ પર જતો હતો અને ત્યાં ઝઘડો કરતો હતો. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. (Crime in Bhupendra Patel government)

(11) વેરાવળમાં ફાયરિંગની ઘટનાગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે શમી સાંજના સમયે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભોગ બનનાર નિતેશ કટારીયા નામના યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સમી સાંજે વેરાવળના ભરચક ST બસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા લોકો પણ ખૂબ ભયભીત બની ગયા હતા અને તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સતત અવરજવર અને લોકોની ચહલ પહલ વાળો વેરાવળનો ST બસ સ્ટેશન વિસ્તાર ફાયરિંગથી ભયભીત બન્યો હતો.

આ પણ વાંચોલુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...

(12) નડીયાદમાં BSF જવાન પર ધારીયા અને લાકડીથી હૂમલોનડિયાદના ચકલાસીના સૂર્યનગરમાં રહેતા BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચતા BSF જવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે ચકલાસી પોલીસ દ્વારા 7 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક જવાનને BSF અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. (gujarat crime news)

ગૃહ વિભાગ એલર્ટ મોડમાંગુજરાતમાં થઈ રહેલા ગુનાખોરી બાબતે ગૃહ વિભાગને પહેલેથી જ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના ખૂણામાં કોઈપણ પ્રકારની ઘટના બને ત્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સીધા જે તે અધિકારી સાથે સંપર્ક કરીને તાત્કાલિક ધોરણે આવી ઘટનાઓ બાબતે કડક પગલાં લેવાની સૂચના આપે છે. ભુપેન્દ્ર પટેલની પ્રથમ સરકારના શરૂઆતના દિવસોમાં આવી ઘટનાઓ સામે આવી હતી. જોકે પોલીસની કડક તપાસ થતાં આરોપીઓ વધુ ભાગી શકતા નથી અનેે તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details