ગુજરાત

gujarat

ETV Bharat / state

ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી

ગોવા રબારીની ગેંગ દ્વારા અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માગી હતી. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મુખ્ય આરોપી સંજય દેસાઈની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, સંજય પાસેથી 5 હથિયાર અને 52 કારતૂસ પણ મળી આવ્યા છે. આ ગુનામાં અગાઉ 5 લોકોની ધરપકડ થઈ ગઈ છે.

ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી

By

Published : Apr 12, 2021, 7:52 PM IST

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી
  • ખંડણી કેસમાં સામેલ સંજય દેસાઈની 5 પિસ્તોલ અને 52 કારતૂસ સાથે ધરપકડ કરી
  • જમીન દલાલનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે સંજય દેસાઈની ધરપકડ કરી છે. તેની પાસેથી 5 હથિયાર અને 52 કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. સંજય દેસાઈ ગોવા રબારીનો ખાસ સાગરીત છે અને આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ હથિયારથી તેના ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે. આરોપીઓએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યુ હતું. અપહરણ કર્યા બાદ અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માગી હતી. આરોપીએ ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. આ ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી

આ પણ વાંચોઃક્રાઈમ બ્રાન્ચે સાઇલેન્સરની ચોરી કરતી ગેંગની કરી ધરપકડ

ભૂજ જેલમાં બંધ ગોવા રબારી ખંડણીની ગેંગ ચલાવતો હોવાની શકયતા છે


જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગમાં મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનું નામ સામે આવી રહ્યું છે. લૂંટ, ખંડણી અને ધમકીના ગુનામા ભલે 10 આરોપી સંડોવાયેલા હોય પરંતુ ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાની શકયતા છે. કારણ કે, લૂંટમાં ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી હતી અને તપાસમાં સામે આવ્યું છે કે, ગોવા રબારીએ જ સાગરીતોને કહ્યું હતું કે, મારી પત્નીને સોનાની ચેઇન આપી દેજો.

ABOUT THE AUTHOR

...view details