ગુજરાત

gujarat

અમદાવાદ: મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરનારા ડ્રગ્સ માફિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

By

Published : Sep 17, 2020, 5:15 PM IST

મુંબઈથી અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે 1 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ અગાઉ પણ 1.5 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું હતું. આ બંને કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનારા અફાક અહેમદ નામના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

Crime branch
મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ માફિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે 12 સપ્ટેમ્બરે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એક ગાડીમાંથી ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી 995 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું હતું. અગાઉ વર્ષ 2019માં પણ ક્રાઇમ બ્રાન્ચે 1 કિલો 469 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. આ બંને કેસમાં ડ્રગ્ઝ સપ્લાય કરનારા અફાક અહેમદ ઉર્ફે અફાક બાવા નામના સપ્લાયરનું નામ ખુલ્યું હતું.

મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરનારા ડ્રગ્સ માફિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
જ્યારે આરોપી DRI અને કેટલાક ગુનામાં વોન્ટેડ હોવાને કારણે મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર પર રહેતો હતો. જેની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીનો દીકરો ફિદા પણ અનેક સપ્લાયમાં સંડોવાયેલો હતો. કેટલીક ડ્રગ્સ ડીલમાં તેનો પણ મોટો રોલ જોવા મળ્યો હતો. જ્યારે પકડાયેલો આરોપી વર્ષ 2009થી ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલો હતો. જે અગાઉ નાર્કોટિક્સ દ્વારા પણ ઝડપાયો હતો અને DRIમાં વોન્ટેડ હતો.

હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ અન્ય ક્યા રાજ્યોમાં ડ્રગ્સની ડીલ કરતો હતો, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details