અમદાવાદ :PMO માં એડિશનલ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને જમ્મુ કાશ્મીરમાં અનેક વાર મહેમાનગતિ માણનાર મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુન્હા મામલે તેની પત્ની માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે. શીલજનો બંગલો પચાવી પાડવા મામલે કિરણ પટેલ અને માલિની પટેલ સામે ગુન્હો નોંધાયો હતો. કિરણ પટેલના ક્રાઈમમાં પત્ની પણ ભાગીદાર છે. પત્નીના બેન્ક એકાઉન્ટનો કિરણ પટેલ ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની પુછપરછ હાથ ધરી છે. માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા અંતે ધરપકડ થઈ છે.
ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્ની કરી ધરપકડ :પૂર્વ પ્રધાનના ભાઈનો શીલજનો બંગલો રીનોવેશનના નામે લઈને પચાવી પાડવા મામલે કિરણ પટેલ અને માલિની પટેલ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ગુન્હો નોંધાયો હતો. મહાઠગ કિરણ પટેલના ક્રાઈમમાં તેની પત્ની પણ ભાગીદાર છે કારણ કે, પત્નીના બેન્ક એકાઉન્ટનો કિરણ પટેલ ઉપયોગ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની તેના સંબંધીના ત્યાંથી ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ પહેલા ધરપકડથી બચવા માટે માલિની પટેલે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા અંતે તેઓની ધરપકડ કરવામાં આવી છે.
મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવી શકે છે :મહાઠગ કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચી છે. તેવામાં આ સપ્તાહમાં ગમે ત્યારે મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવી શકે છે.