ગુજરાત

gujarat

અમદાવાદમાં ડમ્પર દ્વારા સર્જાયેલ અકસ્માતમાં ટ્રાન્સપોર્ટ કંપની વિરુધ ગુનો દાખલ

By

Published : Dec 13, 2019, 5:27 PM IST

અમદાવાદ: પાંજરાપોળ પાસે 10 ડિસેમ્બરના રોજ ડમ્પર અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા પર સવાર આધેડ વયના મહિલાનું મોત થયું હતું. આ મામલે એમ. ડીવીઝન ટ્રાફિક પોલીસ દ્વારા કલમ 304 મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન ડમ્પરની પરવાનગી ન હોવાથી ટ્રાન્સપોર્ટ વિરુધ પણ ગુનો નોધાયો છે.

ahmedabad
અમદાવાદ

કાલુપુરથી પતિ સાથે ખરીદી કરીને ઘરે જઈ રહેલા સુભદ્રાબેન ચોકસી પાંજરાપોળ પહોચ્યા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પરે ટક્કર મારતા સુભદ્રાબેન નીચે પટકાયા હતા. ટ્રક તેમના પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ મામલે એમ.ડીવીઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી હતી. ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર પણ કબજે કર્યું હતું. આ મામલે ડ્રાઈવર વિરુધ્ધ આઈપીસી કલમ 304 મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ડમ્પર શિવ શક્તિ ટ્રાન્સપોર્ટનું હતું. શહેરમાં ભારે વાહન પ્રવેશ કરવા પરવાનો મેળવવો જરૂરી હોય છે. પોતાના અંગત લાભ માટે પરવાના વગરના ટ્રક લાંબા સમયથી પ્રવેશ કરાવી ટ્રાફિકના જાહેરનામનો ભંગ તેમજ છેતરપીંડી કરેલી હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે પોલીસ શિવ શક્તિ ટ્રાન્સપોર્ટ વિરુધ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કલમ 418 ,188 અને 131 મુજબ ગુનો નોધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details