અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ના ભારત પાકિસ્તાન મેચમાં આજે પ્રેક્ષકોને દિવાળી માણવા મળશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. એક લાખથી વધુ પ્રેક્ષકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં ટિકિટોનું એડવાન્સ બૂકિંગ થઈ ગયું છે. પ્રેક્ષકોનો જુસ્સો સાતમા આસમાને છે. ફેન્સ પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા તૈયાર છે. આ મેચ બાદ ક્યાંક ખુશી ક્યાંક દુઃખનું વાતાવરણ જોવા મળશે. ICC World Cup 2023ની આ મેચ માટે BCCIએ ખાસ આયોજનો કર્યા છે.
ICC World Cup 2023: ભારત પાકિસ્તાન મેચની સ્પેશિયલ સેરેમની થોડી વારમાં શરૂ થશે
ભારત અને પાકિસ્તાનની આજે મેચ યોજાવાની છે આ મેચ માટે ક્રિકેટપ્રેમીઓનો જુસ્સો સાતમા આસમાને છે. ભારત પાકિસ્તાનની આ હાઈવોલ્ટેજ મેચ અગાઉ અનેક સેલેબ્સ કરશે ધમાકેદાર પર્ફોર્મન્સ.
Published : Oct 14, 2023, 11:48 AM IST
|Updated : Oct 14, 2023, 12:54 PM IST
સ્પેશિયલ સેરેમનીઃ રોમાંચથી ભરપૂર એવી આ મેચ શરુ થાય તે પહેલા બપોરે 12.30 કલાકે સ્પેશિયલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેરેમનીમાં અનેક ખાસ આકર્ષક કાર્યક્રમ હશે. જેમાં ફેમસ બોલિવૂડ સિંગર અરિજીત સિંહ પોતાનો જાદુઈ અવાજ પાથરશે. અરિજીત સિંહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 12.30 કલાકે લાઈવ હશે. આ ગાયકની સાથે બોલિવૂડના અન્ય એક ફેમસ સિંગર શંકર મહાદેવન પર સ્ટેજ શેર કરશે.
સેલેબ્સનો જમાવડોઃઅન્ય સેલેબ્સમાં બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ, એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ ક્રિકેટપ્રેમીઓને મનોરંજન પૂરુ પાડશે. સિંગર નેહા કક્કડ પણ આ સેરેમનીમાં ભાગ લેવાના સમાચાર છે. આ સ્પેશિયલ મેચને એકસ્ટ્રા સ્પેશિયલ બનાવવા અનેક સેલેબ્સ અમદાવાદ આવી પહોંચ્યા છે. બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્મા પણ શહેરમાં આવી ચૂક્યા છે. મેચ બપોરે 2 કલાકે શરુ થવાની છે તે અગાઉ 12.30 કલાકે સ્પેશિયલ સેરેમની કાર્યક્રમ યોજાવાનો છે. આજના દિવસે ક્રિકેટપ્રેમીઓને એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ મળવાનો છે. જેમાં ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચ તો ખરી જ સાથે સેલેબ્સનો જોવા મળશે જલવો. આ મેચ અગાઉના સ્પેશિયલ સેરેમનીમાં સેલેબ્સ કરશે ધમાકેદાર પર્ફોર્મન્સ. ક્રિકેટપ્રેમીઓને બીસીસીઆઈના આયોજનથી આજે ડબલ લોટરી લાગી છે.