અમદાવાદ:ICC વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે, ત્યારે 1996 અને 1999 એમ બે વિશ્વકપ રમી ચૂકેલા નયન મોંગીયાએ ETV BHARAT સાથે વર્લ્ડ કપ-2023 અંગેના એક્સલ્યુઝિવ ઇન્ટરવ્યુમાં ભારત વિશ્વકપ વિજેતા થશે એવો આત્મ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ભારતીય ટીમ અન્ય ટીમો કરતાં વધુ બેલેન્સ ટિમ સિલેક્ટરો દ્વારા પસંદ કરાઈ છે. ભારતીય ટીમના પૂર્વ વિકેટ કિપર નયન મોંગીયા સાથે થયેલ સંવાદ રસપ્રદ છે....તો જાણીએ વર્લ્ડ કપ-2023 માટે નયન મોંગીયા શું માને છે.
ભારતીય ટીમ ફોર્મમાં છે અને બેલેન્સ ટીમ છે: વર્લ્ડ કપ-2023 માટે પસંદ થયેલ ભારતીય ટીમને વિજેતા થવા માટે ખૂબ સારા ચાન્સ છે આ વર્લ્ડ કપ ફક્ત ભારતમાં જ રમાવાનો છે, પાકિસ્તાન કે શ્રીલંકામાં વિશ્વકપની કોઇ મેચ નથી. વર્લ્ડ કપ માટે પસંદ થયેલ ટીમ એક્સપિરિયન્સ અને ટેલેન્ટેડ છે, જે ભારતીય પીચ પર ભારતીય દર્શકો સામે રમશે એ ટીમ માટે વઘારાનો એડવાન્ટેજ રહેશે.
ભારત પાસે સ્પિનરોની ત્રિપુટી:ભારતીય પીચ પર સ્પીનરોને અનુકૂળ હોય છે. વર્લ્ડ કપ-2023 માટે લેફ્ટ હેન્ડર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત બનતા ઓફ સ્પિનર આર. અશ્વિનની પસંદગી અંગે નયન મોંગીયાએ કહ્યું કે, આર. અશ્વિન પાસે વન-ડે મેચનો અનુભવ છે. કમનસીબે અક્ષર પટેલ વર્લ્ડ કપ પહેલાં ઇજાગ્રસ્ત થયા પણ હાલ વર્લ્ડ કપ-2023ની ટીમમાં ભારત પાસે સ્પિનરોની ત્રિપુટી છે, જેમાં કુલદિપ યાદવ, આર. અશ્વિન પાસે અનુભવ અને રવિન્દ્ર જાડેજા તેના સ્લો બોલથી હરીફ ટીમને કાબુમાં રાખી શકે એમ છે.
મજબુત બેટિંગ અને બોલિંગ લાઈનઅપ:ભારતીય ટીમના 15 સભ્યો પાસે પોતાની આગવી ખૂબી છે, જેના કારણે જ તેઓ વર્લ્ડ કપ ટીમ માટે પસંદ થયા છે. ટીમમાં આક્રમક બેટિંગ, ઓલરાઉન્ડર, પેસ બોલર છે, એમ કહી નયેન મોંગીયાએ ભારતીય ટીમે એક -એક મેચ પર ફોકસ કરીને ટૂર્નામેન્ટમાં આગળ વઘવા પર ભાર મૂક્યો હતો. જેના કારણે ટીમ પર ટૂર્નામેન્ટ જીતવાનું સીધુ જ પ્રેશર ન આવે.
ઇશાન કિશન વિકેટ કીપર તરીકે પહેલી પસંદ:ભારતીય ટીમ હાલ કે.એલ. રાહુલ અને ઇશાન કિશન એમ બે વિકેટ કિપર સાથે વર્લ્ડ કપ-2023 રમવા ઉતરી છે તો એ બન્ને માંથી કોને વિકેટ કિપર ની જવાબદારી સોંપી શકાય એ પ્રશ્નમાં નયન મોંગીયાએ સ્પષ્ટ કહ્યું કે, ટૂર્નામેન્ટમાં રેગ્યુલર વિકેટ કિપર હોવો જોઈએ. મારી ચોઇસ ઇશાન કિશન છે. રેગ્યુલર વિકેટ કીપર હોય તો બોલરને વધુ કોન્ફિડન્સ રહેતો હોય છે. ઇશાન કિશન સારો લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં આપણી પાસે કે.એલ. રાહુલ જેવો બેટ્સમેન વિકેટ કીપર સાથે હોય તો આકસ્મિક સંજોગોમાં ઉપયોગી સાબિત થઇ શકે છે.