અમદાવાદચૂંટણીની જાહેરાત પછી કયા ઉમેદવારોને ટિકીટ મળે છે ને કયાની ટિકીટ કપાય છે. તેની પર સૌની નજર રહેતી હોય છે. આવો જ ઘાટ જોવા મળ્યો છે જામનગરમાં. અહીં હકુભા જાડેજા એટલે કે ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકીટ કપાઈ ગઈ છે. તેમની જગ્યાએ અહીં ભાજપે જામનગર ઉત્તરથી ક્રિકેટર રવિન્દ્રા જાડેજાના (Cricketer Ravindra Jadeja) પત્ની રિવાબા જાડેજાને ટિકીટ આપી છે.
વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી આ બેઠક જામનગર ઉત્તર બેઠક વર્ષ 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે. જોકે, આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે. અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ધારાસભ્ય છે. જોકે, હવે તેમને સાઈડમાં કરીને ભાજપે રિવાબા જાડેજાને (Reevaba jadeja bjp candidate from Jamnagar North) ટિકીટ આપી છે.
રિવાબાનો પરિચય રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ને તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Cricketer Ravindra Jadeja) સાથે લગ્ન કર્યાં હતાં. રિવાબા જાડેજા (Reevaba jadeja bjp candidate from Jamnagar North) પોતાની સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે તેઓ પરિવારના કોઈ પણ સભ્યોનો જન્મદિવસ હોય ત્યારે પણ તેઓ ઉજવણી કરવાની જગ્યાએ સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદોને મદદ કરવાનું પસંદ કરે છે.
રિવાબા મોટો ચહેરો રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચૂક્યાં છે. તેઓ ભાજપના કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, રિવાબા જાડેજા કૉંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરાં છે. જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રિવાબા ભાજપમાં જોડાયા ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, રિવાબા ગુજરાતનો (Reevaba jadeja bjp candidate from Jamnagar North) એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવું એક સારો ફાયદો થઈ શકે છે.
રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન પણ રાજકારણમાં આપને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાના (Cricketer Ravindra Jadeja) પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા અને બહેન નયના જાડેજા પણ રાજનીતિમાં જ છે. તેમના બહેન જામનગરમાં મહિલા કૉંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. એટલે હવે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કોને સાથ આપે તે અંગે તેઓ અસમંજસમાં જોવા મળશે તે ચોક્કસ છે.