અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની (world largest Narendra Modi Stadium )સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. હાલમાં આ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India and West Indies )વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં જુગાર રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનથી 5 દિવસ પહેલા અમદાવાદમાં મેચમાં સટ્ટો( Match betting in Ahmedabad)રમવાનાં ઈરાદે આવ્યો હતો અને નકલી પાસનાં આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ
હાલમાં અમદાવાદનાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Ahmedabad Narendra Modi Stadium ) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ રહી છે. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસના અલગ અલગ ટીમો સાથે પેટ્રોલીંગમાં હતી, તે સમયે એક ઈસમ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી GCA નો પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ.જેથી પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા જીસીએ દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું.જેથી યુવકની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પુછપરછ કરતા તે પોતાનાં અન્ય મીત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હોવાનું જણાવ્યું હતું.