ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્લ્ડ કપ 2023: ક્રિકેટરસિકો 8 વાગ્યામાં જ પહોંચી ગયાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 300+ ટાર્ગેટની આશા સાથે જબરોઉત્સાહ - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023 ની ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ જંગ બપોરે 2:00 વાગે શરૂ થવાની છે ત્યારે આજે વહેલી સવારથી જ મોદી સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે, લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આજની મેચમાં 100 થી વધારે વીવીઆઈપી આવવાના છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ વહેલી સવારથી વીઆઈપીઓ નજરે પડ્યા રહ્યાં છે.

ક્રિકેટરસિકો 8 વાગ્યામાં જ પહોંચી ગયાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ક્રિકેટરસિકો 8 વાગ્યામાં જ પહોંચી ગયાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 9:19 AM IST

Updated : Nov 19, 2023, 12:41 PM IST

ક્રિકેટરસિકો 8 વાગ્યામાં જ પહોંચી ગયાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023 ની ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ ઉજંગ બપોરે 2:00 વાગે શરૂ થવાની છે ત્યારે આજે વહેલી સવારથી થી જ મોદી સ્ટેડિયમ બહાર લોકોની ભીડ જોવા મળી હતી મહત્વની વાત કરવામાં આવે તો સવારે 10:30 કલાક બાદ સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે ત્યારે ગુજરાત બહારથી સીધા અમદાવાદ આવેલા ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ જ પહોંચ્યા હતા. જ્યારે આજની મેચમાં 100 થી વધારે વીવીઆઈપી આવવાના છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર વહેલી સવારથી વીઆઈપીઓ નજરે પડ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટપ્રેમીઓનો ધસારો

અમદાવાદમાં થશે ઐતિહાસિક મુકાબલો: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં બપોરે બે કલાકે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2003માં વિશ્વ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને કારમી હાર અપાવી હતી ત્યારે આજે બે 2023 ના વિશ્વ કપના ફાઇનલમાં પણ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા જ વચ્ચે જંગ-જામશે. તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મુકાબલો ગણવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ મુકાબલામાં સૌથી વધુ વીવીઆઈપીએસ પણ હાજર આપવાના છે ત્યારે મુંબઈ મહારાષ્ટ્ર દિલ્હી ગોવા કર્ણાટક ઉત્તર પ્રદેશથી અનેક ક્રિકેટ પ્રેમીઓ પણ વહેલી સવારથી ના સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.

રોહિત અને કોહલી પાસે સદીની ઈચ્છા: અમદાવાદ આવેલા ક્રિકેટ પ્રેમીઓએ ઇટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફાઇનલ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સદી કરે અને 300 થી વધારે નો હશે તો આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે વર્ષ 2003 નો બદલો લેવા માટેનો આ શ્રેષ્ઠ સમય હોવાનું નિવેદન પણ આપ્યું હતું જ્યારે પ્રેક્ષકો ગઈકાલ રાતથી અમદાવાદ આવી પહોંચ્યા છે અને અહીંયા હોટલના રૂમ મેળવવા માટે પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ત્યારબાદ હતું અવેલેબલ થઈ ગયા હતા જ્યારે અમુક લોકો સીધા રેલવે સ્ટેશનથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા.

અન્ય કોણ કોણ આવશે ગુજરાત ?: ફાઇનલ મેચને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ એ ગઈકાલે મહત્વની બેઠક યોજાઇ હતી અને સુરક્ષા બાબતની ચર્ચા પણ કરી હતી ત્યારે ફાઇનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તો હાજર રહેશે સાથે સાથે કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો અને અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો પણ આ મેચમાં હાજરી આપશે જ્યારે ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યગુહ પ્રધાન હર્ષ સંઘવી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે.

અનેક મહાનુભાવો જોવા મળશે સ્ટેડિયમમાં: વર્લ્ડ કપની મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાવા જઈ રહી છે અને વર્ષ 2003 ની ફાઇનલ મેચમાં જે રીતે ઈન્ડિયાની કારમી હાર થઈ હતી તેને રિવેન્જ લેવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે સાથે જ ભારતીય ટીમના સમાધાનમાં લાખોની સંખ્યામાં પ્રેક્ષકો પણ હાજર રહેશે ત્યારે અમદાવાદ મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમના તમામ પૂર્વ કેપ્ટનો બોલીવુડની હસ્તીઓ ક્રિકેટરોના પરિવારો સાથે અનેક VVIP હાજર રહેશે. જ્યારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઘસારો જોવા મળ્યો હતો.

  1. વર્લ્ડકપની ફાઈનલ મેચને લઇ અમદાવાદ એરપોર્ટ પર આદિત્ય પંચોલી અને વિવેક ઓબેરોય સહિત સેલિબ્રિટીઝનું આગમન
  2. ક્રિકેટ વર્લ્ડ કપ 2023: મહામુકાબલા પહેલા કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવન અંગે કરી મહત્વપૂર્ણ વાત, ખેલાડીઓએ મેદાનમાં પરસેવો પાડ્યો
Last Updated : Nov 19, 2023, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details