25 લાખથી 75 લાખ સુધીના મકાનોમાં સ્ટેમ્પ ડ્યુટી એક ટકા રાખવામાં આવે અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયા બાદ પ્રથમ વખત આવનાર દિવસોમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યની જનતાને સરકાર પાસેથી ખૂબ મોટી આશાઓ પણ રહી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આખરે લોકોની માંગને ધ્યાનમાં રાખીને ત્રણ મહિના સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. રીયલ એસ્ટેટ માર્કેટના લોકોની પણ આવનાર બજેટમાં શું આશાઓને અપેક્ષાઓ છે આવો જાણીએ.
ઘરનું ઘર ખરીદવામાં રાહત આપે : ક્રેડાઈ પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું કે ક્રેડાઈએ દેશની અંદર ખેતી પછી સૌથી વધુ રોજગાર આપે છે. જેથી સરકાર પાસે આવનાર બજેટમાં અમે આશા રાખી રહ્યા છીએ કે એફ્રેટેબલ હાઉસને રાહત આપશે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ સપનું છે કે દેશની દરેક જનતાને પોતાનું ઘરનું ઘર હોય એના માટે નાના માણસ પોતાના ઘરનું ઘર ખરીદી શકે તે માટે સરકાર રાહત આપે તેવી આશા અમે રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં પરીક્ષા પે ચર્ચા, અંતિમ સમયે જોગવાઈઓમાં થઈ શકે છે સુધારો
સ્ટેમ્પ ડ્યુટી 1 ટકા રાખવી જોઈએ :ક્રેડાઈ દ્વારા પણ સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે જે વ્યક્તિ 25 લાખથી લઈને 75 લાખ સુધીનું મકાન ખરીદતો હોય તેને 1 ટકા સ્ટેમ્પ ડ્યુટી લેવી જોઈએ. તેવી દરખાસ્ત પણ સરકાર સામે કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસને પણ ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. સામાન્ય માણસ પણ પોતાનો સ્વપ્નનું ઘરનું ઘર ખરીદી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવે તો પણ એક સારી વાત કહી શકાય. જેના કારણે સામાન્ય માણસને ખૂબ ફાયદો થશે.
આ પણ વાંચો Budget Session 2023: ઈમ્પેક્ટ ફી મુદ્દે સરકાર 4 મહિનાનો સમયગાળો વધારશે, ફરી ગૃહમાં લાવશે બિલ
રીયલ એસ્ટેટ કોર્સ : ઉપરાંત શિવાલિક ઇન્સ્ટિટયૂટ ઓફ રીયલ એસ્ટેટ દ્વારા આગામી સમયમાં રીયલ એસ્ટેટ જર્ની ઓફ રીયલ એસ્ટેટ સર્ટિફિકેશન પ્રોગ્રામ શરૂ કરશે. જેમાં ઉદ્યોગના નિષ્ણાત દ્વારા કે સ્ટડી સાઈટ વિઝીટ અને રોલ પ્લે સાથે સંપૂર્ણ ઓફલાઈન મોડમાં શીખવામાં આવશે.જે કોર્ષ 42 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં વીઆઇબીલીટી, લેન્ડ, રેવન્યુ, પ્રોજેક્ટ પ્લાનિંગ, રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી, ઓથોરિટી, કોન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, ફાઈનાન્સ, કેસ ફ્લો, સેલ્સ અને માર્કેટિંગ, લીગલ એન્ડ ડોક્યુમેન્ટેશન જેવા સહિત 11 મોડ્યુલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.