અમદાવાદ:અમદાવાદમાં અનેક નવા પ્રોજેકટ આવી રહ્યા (CREDAI AHMEDABAD) છે. લોકો પોતાના વ્યવસાય માટે પણ અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે. જેના કારણે અમદાવાદ રેસિડેન્સી મકાનો, શો રૂમ જેવા ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પંરતુ ક્રેડાઈમાં (CREDAI AHMEDABAD) 17 ગાહેડ પ્રોપટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોપટી ખરીદનાર સરળતા મળી રહે તેવી તમામ સુવિધા ઉભી કરવામાં આવી (17th GAHED Property Show organized by GAHED) છે.
જાન્યુઆરી આયોજન:ક્રેડાઈના સેક્રેટરી વિરલ શાહે જણાવ્યું (Credai Secretary Viral Shah) હતું કે ગાહેડ દ્વારા આગામી 6,7 અને 8 જાન્યુઆરી 2023 ના રોજ અમદાવાદ 17માં ગાહેડ પ્રોપટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ 250 કરતા વધુ પ્રોજેકટસ,એલાઈડ ઇન્દ્રસ્ટ્રીઝ તેમજ દેશની મુખ્ય બેંકોનું ડિસ્પ્લેય કરવામાં આવશે. જેથી કોઈ વ્યક્તિ પ્રોપટી માટે આવેતો બેંકના લોન માટે પણ માહિતી મળી તે માટે બેન્ક પણ આ પ્રોપટી શોમાં હાજર (17th GAHED Property Show organized by GAHED) રહેશે.
60 સ્ટોલ તૈયાર કરવામાં આવશે:સંસ્થાકીય આયોજનના ડેવલપર્સ, નાણાંકીય સંસ્થાઓ તથા એલાઈડ ઇન્દ્રસ્ટ્રીઝઓ સહિતના કુલ 65 સ્ટોલ કરવામાં આવશે. નવું ઘર વસાવવા માટે શહેરનીજનોને એક જ છત્રમાં બધા જ પ્રકારના સેગમેન્ટના પ્રોજેકટોની વિસ્તૃત માહિતી મળી રહે તેમજ પ્રોપટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્તથાય તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર ગુજરાતના મુખ્ય શહેરોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન જરૂરિયાત અને ચોઇસને ધ્યાને રાખી ચારેય બાજુથી શહેરના વિકાસ અને વિસ્તરણ અત્યાધુનિક રીતે કરવામાં આવ્યું (17th GAHED Property Show organized by GAHED) છે.