ગુજરાત

gujarat

ETV Bharat / state

'મારુ પેજ કોરોના મુક્ત' અભિયાનની શરૂઆત કરતા સી.આર.પાટીલ - corona update

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ પદાધિકારી, સેલ મોરચાના પ્રમુખો, કારોબારી સભ્યો, જિલ્લા મહાનગરના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ ,સંસદ સભ્યો, ધારાસભ્યો અને આઠ મહાનગરના મુખ્ય પદાધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી.

'મારુ પેજ કોરોના મુક્ત' અભિયાનની શરૂઆત કરતા સી.આર.પાટીલ
'મારુ પેજ કોરોના મુક્ત' અભિયાનની શરૂઆત કરતા સી.આર.પાટીલ

By

Published : Apr 18, 2021, 11:09 PM IST

  • સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપાની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ
  • સંસદ સભ્યો ધારાસભ્યોએ 100 બેડ ના કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવા અપીલ
  • ભાજપ જિલ્લા મહાનગર કક્ષાએ હેલ્પ ડેસ્ક અને પ્રદેશ કક્ષાએથી હેલ્પલાઇન શરૂ કરશે
  • સરકાર તેમજ પ્રજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવા ભાજપ કાર્યકરોને અપીલ

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સી.આર.પાટીલે 'મારું પેજ કોરોના મુક્ત' વિચાર ઉપર ભાર મૂક્યો હતો. તેમજ ધારાસભ્યો જિલ્લા મહાનગરના પદાધિકારીઓને અપીલ કરી હતી કે, ચૂંટાયેલી પાંખની જવાબદારી છે કે પોતાના વિસ્તારના પેજ સમિતિના સભ્ય અને એમના પરિવારની કાળજી લેવી સાથે સાથે એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કોવિડ કેર સેન્ટર વધુમાં વધુ શરૂ કરવા.

'મારુ પેજ કોરોના મુક્ત' અભિયાનની શરૂઆત કરતા સી.આર.પાટીલ

આ પણ વાંચોઃમોરબી શહેરને કોરોના મુક્ત કરવા સેનિટાઈઝર છંટકાવ અભિયાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે બનાવેલા પેજ સમિતિનો યોગ્ય ઉપયોગ કરવા હાકલ કરતા સી.આર.પાટીલે યોજેલી મિટિંગના મહત્વના મુદ્દા :

  • ગુજરાતભરમાં પેજ-બુથ લેવલે કામગીરી કરવા હાકલ કરાઈ
  • કોરોનાકાળમાં લોકોને મદદરૂપ થવા સી.આર.પાટીલે જણાવ્યું.
  • જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ કે PHC સેન્ટર પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવે. સરકારની કામગીરીમાં મદદરૂપ થવાય તે માટેના તમામ પ્રયત્નો કરવા
  • તમામ ધારાસભ્ય,સાંસદો 100 બેડના આઇસોલેશન કોવિડ કેર સેન્ટર નિર્માણ કરવી જોઈએ
  • ધારાસભ્ય હર્ષ સંઘવી,જયેશ રાદડિયા, સહિત ના ધારાસભ્યની કામગીરી સી.આર.પાટીલે વખાણી
  • આઇસોલેશન વોર્ડમાં નાની-નાની બાબતો પર ધ્યાન રાખવામાં આવે અને સામાજિક સ્તરે લોકોને જોડી વ્યવસ્થા ઉભી કરાય તથા ઘરે એકલા કોરોન્ટાઇન લોકો માટે ભોજન વ્યવસ્થા કરાય
  • પ્રદેશ કક્ષાએ હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવશે
  • ગુજરાતમાંમાં બેડ, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે, વેન્ટિલેટરની વ્યવસ્થા પણ થઈ રહી છે, બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ કરવા ઉપર ભાર મૂક્યો
  • કોરોનાકાળમાં ભાજપના ધારાસભ્ય, સાંસદો, કાઉન્સિલરો અને ભાજપના નેતા કાર્યકર્તા પ્લાનિંગ સાથે કામ કરે
  • ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના કોમ્યુનિટી હોલનો ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવશે
  • પેજ કમિટી મુજબ ઉમર પ્રમાણે વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે. 'મારૂ પેજ કોરોનામુક્ત' મુહિમ હાથ ધરવામાં આવશે
  • ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન ફ્રી છે ?તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા સંગઠન ઉભી કરી અને પ્રજા તથા સરકારની કામગીરીમાં મદદરૂપ થાય
  • આઇસોલેશન સ્થળે પણ BJP ના ડોક્ટરોની મદદ લેવામાં આવે. રિટાયર્ડ ડોક્ટરોની મદદ લેવામાં આવે

આ પણ વાંચોઃ31 ઓક્ટોમ્બર પહેલા કેવડિયાને કોરોના મુક્ત બનાવવાનું અભિયાન શરૂ

19 એપ્રિલે સી.આર.પાટીલ વેક્સિન લેશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કોરોના વેક્સિન લેશે. ઉલ્લેખનીય છે કે, ચારો તરથી ભાજપ અને સી.આર.પાટિલ પર માછલાં ધોવાતાં સી.આર.પાટીલ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાંય જો સૌથી મોટો રાજકીય પક્ષ ખરેખર આ મિટીંગમાં ચર્ચાયેલા મુદ્દાનું પાલન કરે, તો તે પ્રજા માટે આવકારદાયક અને લાભદાયક છે.

ABOUT THE AUTHOR

...view details