અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ માઇક્રો ડોનેશન અભિયાન(BJP Micro Donation Campaign) શરૂ કર્યું છે. આ અભિયાન ભાજપે અટલ બિહારી વાજપેયીના જન્મદિને માઇક્રો ડોનેશન અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર ભાજપના પ્રધાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીને ડોનેશન આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત 2019-20માં ભાજપને 785 કરોડનું દાન મળ્યું હતું જ્યારે કોંગ્રેસને 139 કરોડનું દાન મળ્યું હતું.
પાંચ રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા સુધીનું દાન
આ અભિયાનમાં પાંચથી લઇને 1 હજાર સુધીનું ડોનેશન આપી શકાય છે. અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Micro Donation), ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ પણ ડોનેશન આપી ચુક્યા છે. ભાજપ અને ભારતને મજબૂત બનાવવાના વડાપ્રધાનના આહવાહનને ભાજપ કાર્યકરો(BJP launches special micro donation campaign) સમર્થન આપી રહ્યા છે.