અમદાવાદસમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરી એક (Covid Cases in World) વાર વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ કોરોનાને પહોંચી વળવાની તૈયારી બતાવી છે. આ સાથે જ ત હવે સરકારે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરી છે. તો હવે આ ગાઈડલાઈનનું (Covid Guidelines at Pramukh Swami Nagar) પાલન અમદાવાદના ઓગણજ ખાતે યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ કરવામાં આવશે. પ્રમુખ સ્વામીનગરમાં (Pramukh Swami Nagar Ognaj Ahmedabad) આવતા ભક્તો માટે કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે 26 ડિસેમ્બરથી અમલમાં આવશે. તો હવે ભક્તોએ શું ધ્યાનમાં રાખવું પડશે જોઈએ આ અહેવાલમાં.
સ્વયંસેવકો અને ભક્તોએ કરવું પડશે પાલન મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે. સાથે જ મહોત્સવની દર્શનયાત્રાએ આવતા દર્શનાર્થીઓએ પણ માસ્ક પહેરવું પડશે. મહોત્સવના સ્થળ પ્રમુખસ્વામીનગરમાં (Pramukh Swami Nagar Ognaj Ahmedabad) પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ઉપરાંત અહીં આવતા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. એકબીજા સાથે હાથ મિલાવવાનું પણ ટાળવું પડશે. તેમ જ નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.