ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેબી ફળી ખાનકાહ ધંધુકા ખાતે સાર્વજનિક કોવિડ સેન્ટરનો પ્રારંભ - માનવ સેવાર્થે કોવિડ સેન્ટર

ધંધુકા વિસ્તારમાં કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે માનવ સેવાર્થે અનેક લોકો તેમજ અનેકવિધ સંસ્થાઓ સેવાના માધ્યમથી સામે આવી રહી છે. ત્યારે, ધંધુકાની ગેબી ફળી ખાનકાહ ધંધુકાના મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના સારવાર આપવામાં આવે છે.

ગેબી ફળી ખાનકાહ ધંધુકા ખાતે સાર્વજનિક કોવિડ સેન્ટરનો પ્રારંભ
ગેબી ફળી ખાનકાહ ધંધુકા ખાતે સાર્વજનિક કોવિડ સેન્ટરનો પ્રારંભ

By

Published : May 11, 2021, 6:57 PM IST

  • કોરોના મહામારીને મ્હાત આપવા મુસ્લિમ સમાજની સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ
  • ગાદીપતિ મુન્ના બાપુના માર્ગદર્શન હેઠળ કોવિડ સેન્ટરનો કરાયો પ્રારંભ
  • સાર્વજનિક સેન્ટર પર કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના અપાઈ રહી છે સારવાર

અમદાવાદ: દેશ આજે કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે, ધંધુકા પણ કોરોના મહામારીમાંથી બાકાત રહ્યું નથી. લોકો સતત આ મહામારીથી પીડાઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીને ઓક્સિજન કે અન્ય દવાઓ ઉપલબ્ધ થતી નથી. ત્યારે, ગાદીપતિ મુન્ના મોદન બાપુએ જણાવ્યું હતું કે, "માનવ સેવા કરવાનો અલ્લાહનો આદેશ" આજે હું અને અમારી સમગ્ર ટીમ દ્વારા સાર્વજનિક કોવિડ સેન્ટર ચાલુ કરી નિ:શુલ્ક કોરોના દર્દીઓને સારવાર આપી માનવ સેવા કરી રહ્યા છીએ. ત્યારે, રાજુ બાપુ સૈયદ, કોર્પોરેટર હુસેન દેસાઈ, મહંમદ રજા બુખારી, મહેમુદ મોદન, મોઈન સૈયદ તેમજ અલાઉદ્દીન કોઠારીયા સહિતની ટીમ સતત સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે.

ગેબી ફળી ખાનકાહ ધંધુકા ખાતે સાર્વજનિક કોવિડ સેન્ટરનો પ્રારંભ

આ પણ વાંચો:વેક્સિનની ફાળવણી અંગે સવાલ - સરકારી આરોગ્ય કેન્દ્રમાં માત્ર 100 ડોઝ, તો ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં પુરતો જથ્થો કેમ?

રાત દિવસ જોયા વિના કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર

બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ગેબી ફળી ખાનકાહ ખાતે સાર્વજનિક સેન્ટર ચાલુ કરી રાત દિવસ જોયા વિના કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ. આ તકે, ડોક્ટર શૈલેષ લાઠીયાએ જણાવ્યું હતું કે, તેઓ આ સાર્વજનિક કોવિડ સેન્ટરમાં છેલ્લા એક સપ્તાહથી સેવા આપી રહ્યા છે. અહીં આવતા તમામ દર્દીઓને ઓક્સિજન, દવાઓ અને ઈન્જેક્શન સહિતની નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. જેનો સમગ્ર ખર્ચ મુસ્લિમ કેળવણી મંડળ દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો:ધંધુકા તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 21 લાખનો ચેક સામુહિક આરોગ્ય કેન્દ્ર ધંધુકાને સુપરત કરાયો

ધારાસભ્ય રાજેશ ગોહિલ કોવિડ સેન્ટરની મુલાકાત

આ તકે ધારાસભ્ય રાજેશ ગોહિલે પણ ગેબી ફળી ખાનકાહ ધંધુકા વિસ્તારમાં મુસ્લિમ કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યારે, સંસ્થાના ગાદીપતિ મુન્ના બાપુની મુલાકાત લેતા તેમને જણાવ્યું હતું કે, આ કોવિડ સેન્ટરમાં કોઈ જાતિ કે ધર્મના ભેદભાવ વિના દર્દી દાખલ થઈ શકે છે. તેને રહેવા જમવાની ફ્રી સુવિધા સંસ્થા તરફથી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details