અમદાવાદઃ અમદાવાદમાંથી કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યું પર વિશ્લેષણ કરવામાં આવે તો છ દિવસમાં ચાર વ્યક્તિઓના મૃત્યું થયા છે. આ તમામ સિનિયર સિટિઝન હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી કેટલાક તો કોમોર્બિડ હતા. જે આ વ્યક્તિઓ મૃત્યું પામ્યા છે એ તમામની ઉંમર 59થી 91ની વચ્ચે રહી છે. હાલમાં સાત દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. ડાંગ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ એક્ટિવ કેસ નથી. જોકે, સતત વધી રહેલા કેસને ધ્યાને લઈને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ દિલ્હીમાં એક ખાસ બેઠક બોલાવી હતી.
Corona Gujarat: ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસ 600ને પાર, છ દિવસમાં 4ના મૃત્યું - Covid death
ગુજરાત રાજ્યમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 218 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાના વાવડ મળી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં કોરોનાથી ચાર વ્યક્તિઓના મૃત્યું નીપજ્યા છે. જ્યારે સૌથી વધારે કોરોના વાયરસના કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. જેની સંખ્યા હવે 629 થઈ છે.
ક્યાં કેટલા કેસઃ દૈનિક ધોરણે નોંધાઈ રહેલા કેસની વાત કરવામાં આવે તો સૌથી વધારે 100 કેસ અમદાવાદમાંથી સામે આવ્યા છે. જ્યારે વડોદરામાંથી 29, સુરતમાંથી 25, પાટણમાંથી 11, મહેસાણામાંથી 9, રાજકોટમાંથી 8, ગાંધીનગરમાંથી 7, મોરબીમાંથી 7, વલસાડમાંથી 6 કેસ નોંધાયા છે. બીજી તરફ ભરૂચમાંથી 3, ગીર સોમનાથમાંથી 2, કચ્છમાંથી 2, પંચમહાલ અને સાબરકાંઠામાંથી 2 કેસ સામે આવ્યા છે. આણંદમાંથી 1, જામનગરમાંથી 1, ખેડામાંથી 1, સુરેન્દ્રનગરમાંથી 1, નવા કેસ નોંધાયેલા છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થતા દર્દીઓની સંખ્યા 260 સુધી પહોંચી છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 2000ને પાર છે. કુલ સંખ્યા 2013 છે.
આ પણ વાંચોઃ Corona In India: ભારતમાં કોરોનાનો કહેર, 3 હજારથી વધુ કેસ નોંધાયા
દર્દી વેન્ટિલેટર પરઃકુલ સાત એવા દર્દીઓ છે જેની સારવાર વેન્ટિલેટર પર ચાલું છે. રવિવારે તંત્ર તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 5,357 કેસ ઉમેરાયા છે. જેના કારણે કોરોનાના એક્ટિવ કેસની કુલ સંખ્યા 32,814 થઈ ચૂકી છે. રાજધાની દિલ્હીમાં કેટલાક સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એકલા દિલ્લીમાંથી 700 જેટલા કેસ નોંધાયેલા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 788 નવા કેસ નોંધાયેલા છે. જેમાં સૌથી વધારે કેસ મુંબઈમાંથી સામે આવ્યા છે. 211 કેસ સાથે મુંબઈમાં કોરોનાના કેસ ચિંતા જન્માવી રહ્યા છે. કેન્દ્ર સરકારના રીપોર્ટ અનુસાર મહાનગરમાં વધારે તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા શહેરમાં વિશેષ ધ્યાન રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.